News of Wednesday, 4th June 2025
દાંતા તાલુકામાં અચાનક ટીબીના કેસમાં વધારો જોવા મળ્યો
સરકાર હાલ તબક્કે ક્ષયને નિર્મલ કરવાના અભિયાન હાથ ધરવામાં આવ્યું છેઃપોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧૮૦૦૦ જેટલા લોકો હાલ ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યાં છે

બનાસકાંઠા,તા.૪
દાંતા તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર માનવામાં આવે છે આ તાલુકામાં એક ૧૮૬ ગામડાઓનો સમાવેશ થાય છે. આ ગામડાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા એક સર્વેમાં વર્ષ ૨૪-૨૫માં ટીબીના ૪૭૮ જેટલા કેસ પોઝિટિવ મળી આવ્યા છે.
એટલું જ નહીં આ પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યા હોય તેવા ૧૮૦૦૦ જેટલા લોકો હાલ ટીબીના શંકાસ્પદ કેસ જોવા મળી રહ્યાં છે. જેમાં ૮૦૦ જેટલા લોકોન એક્સરે લઈ તપાસ કરવામાં આવી છે જેમાં ૧૮ પોઝિટિવ દર્દી મળી આવ્યા છે તેને લઈને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા ૧૦૦ દિવસનું કેમ્પિંગ ચલાવવામાં આવી રહ્યું છે.
વિવિધ હેલ્થ વર્કરો અંતરીયાળ વિસ્તારમાં જઈને આવા દર્દીઓની ઓળખ કરવામાં આવી રહી છે. એટલું જ ને વજન કરવા સાથે ટીબીના રોગને લગતી દવાઓ પણ તેમને ઘેર બેઠા આપવામાં આવી રહી છે. જે રીતે સરકાર હાલ તબક્કે ક્ષયને નિર્મલ કરવાના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
ત્યારે આ દાંતા તાલુકામાં ટીબીના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અને હાલમાં જે શંકાસ્પદ દર્દીઓ છે તેમને અંબાજી દાંતા અને માંકડી ગામે આવેલા હોસ્પિટલમાં એક્સરે કરાવીને તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
