તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th June 2025
બનાસકાંઠાના પ્રખ્યાત લોકગાયક અને 'ટહુકતો મોરલો' તરીકે ઓળખાતા પોપટજી ઠાકોરનું નિધન : શોકનું મોજું ફરી વળ્યું
તેમની અણધારી વિદાયથી ગુજરાતી લોકસંગીતના ક્ષેત્રે એક મોટી ખોટ પડી

બનાસકાંઠાના પ્રખ્યાત લોકગાયક અને 'ટહુકતો મોરલો' તરીકે ઓળખાતા પોપટજી ઠાકોરનું નિધન થયું છે. કાંકરેજ તાલુકાના વાલપુરા ગામના વતની પોપટજી ઠાકોર લગ્નગીતો, ભજનો અને સંતવાણીના ગીતો દ્વારા ઓડિયો કેસેટના જમાનામાં 'બેતાબ બાદશાહ' તરીકે ખ્યાતનામ હતા. પોપટજી ઠાકોરના નિધનને પગલે ચાહકો અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોપટજી ઠાકોરના ગીતોએ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ સહિત સમગ્ર ગુજરાતમાં લોકપ્રિયતા મેળવી હતી. તેમની અણધારી વિદાયથી ગુજરાતી લોકસંગીતના ક્ષેત્રે એક મોટી ખોટ પડી છે. ચાહકો અને સમાજ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી રહી છે, અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે.
(10:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
