<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

નર્મદામા પાંજરે પુરાયેલા દીપડા નજીકમાં જ છોડી દેવાતા લોકો માટે જીવલેણ....?!

નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દીપડાઓ ના હુમલા બાદ હવે દેડિયાપાડા, સાગબારામાં પણ દીપડાનો આતંક

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં દિવસે દિવસે દીપડા લોકો પર જીવલેણ હુમલા કરવાની ઘટના વધી રહી છે જોકે ફક્ત નાંદોદ અને તિલકવાડા તાલુકામાં જ દીપડા દેખાતા હતા પરંતુ હવે દેડિયાપાડા અને સાગબારા તાલુકામાં પણ દીપડા ના હુમલા સામે આવતા વન વિભાગ ની ભૂલ નું પરિણામ હોવાનું લોકો માં ચર્ચાઈ રહ્યું છે.
મળતી માહિતી અનુસાર તાજેતર માં છેલ્લા ઘણા સમય થી નર્મદા જિલ્લામાં નાંદોદ અને તિલકવાડા તાલુકામાં દીપડાઓ એ આતંક મચાવ્યો હતો અને કેટલાક પાલતૂ જાનવરો અને લોકો પર હુમલા ની ઘટના બની ત્યારબાદ વન વિભાગ જાગ્યું અને પાંજરા મૂકી દીપડા ને પાંજરે કેદ કર્યા પરંતુ પાંજરે પુરાયેલા દીપડા ને જિલ્લાના અન્ય તાલુકામાં છોડી દેતા ખોરાક ની શોધ માં આ દીપડાઓ દેડિયાપાડા અને સાગબારા તરફ ના ગામોમાં જોવા મળ્યા અને બાળકો ને ખોરાક બનાવ્યા અથવા ઇજાગ્રસ્ત કર્યા હોવાની વાત હાલમાં જિલ્લામાં સંભળાઈ છે ત્યારે જો આ વાત સાચી હોય તો વન વિભાગ ની આ ભુલ ના કારણે તાજેતર માં દીપડાઓ એ આખા જિલ્લામાં આતંક મચાવી લોકોને ગંભીર ઇજા કરી છે અને કેટલાક ને મોતને ઘાટ પણ ઉતાર્યા છે.
એક ગામ માંથી પકડાયેલા દીપડા ને જિલ્લા બહાર જંગલ માં છોડી મુકાઈ તો આ દીપડો નર્મદા જિલ્લા મા ફરી નહીં આવી શકે પરંતુ પકડાયેલા દીપડા નજીકના જંગલ માં જ છોડતા આ દિપડા જિલ્લાના અન્ય ગામોમાં ખોરાક માટે આવતા હોય અને લોકો તેનો શીકાર બનતા હોય છે માટે વન વિભાગ ની આ ભુલ છે એ વાત માં જો તથ્ય હોય તો આ બાબત ખરેખર નિંદનીય અને ગાંભીર છે. વન વિભાગ લોકના જીવના રક્ષણ માટે પકડાયેલા દીપડાઓ ને નિયમોનુસાર દૂર છોડે તો જિલ્લાના લોકો રાહત અનુભવે


 

(11:09 PM IST)