News of Wednesday, 4th June 2025
કણબીપીઠા ગામ પાસે રોંગ સાઈડ આવેલી બાઇક એ સામેથી આવતી બાઇકને અથડાતા ચાલકનું મોત

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કણબીપીઠા ગામ પાસે બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં ચાલકનું મોત થયું હતું
મળતી માહિતી અનુસાર નવજીભાઇ રૂબજીભાઇ વસાવા (રહે.ગોવટ નિશાળ ફળીયુ, જી-સુરત) એ આપેલી ફરિયાદ મુજબ મારના ભાવેશભાઇ નવજીભાઇ વસાવા (ઉ.વ.આ. ૨પ)( રહે.ગોવટ નિશાળ ફળીયુ. તા.ઉમરપાડા. જી-સુરત)નાઓને પોતાની સ્પ્લેન્ડર મો.સા.ન GJ-19-BL-3437 ની સાથે સ્પ્લેન્ડર મો.સા.ન. GJ-22-S-6613ના ચાલકે પોતાની મો.સા. બેફામ હંકારી લાવી રોડની રોંગ સાઇડમાં ચલાવી સામેથી ટકકર મારી દઇ મરનાર ને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવતા દેડિયાપાડા પોલીસે.દખલ.કર્યો છે.
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
