તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
અમદાવાદ જિલ્લામાં જળસંચયની આગોતરી કામગીરી :43 તળાવ ઊંડા કરાયા અને 2 લાખ રોપાનું વાવેતર
છેલ્લા બે વર્ષમાં 150 લાખના ખર્ચે કુલ 44 વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવવામાં આવ્યા

અમદાવાદ જિલ્લામાં વર્ષાઋતુ પહેલા જળ સંચયની આગોતરી કામગીરી સુપેરે પાર પાડવામાં આવી છે.
સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ગત બે વર્ષમાં કુલ 125 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે. જેના થકી આ તળાવોની સંગ્રહ શક્તિમાં કુલ આશરે 45 લાખ ઘન મીટરનો વધારો થયો છે. જયારે ચાલુ વર્ષ દરમિયાન કુલ 43 તળાવો ઊંડા કરવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં ભૂગર્ભજળ ઊંચા આવે તે હેતુથી કેચ ધ રેન મુહિમ અંતર્ગત જિલ્લાના વોટરશેડ વિભાગ દ્વારા છેલ્લા બે વર્ષમાં 150 લાખના ખર્ચે કુલ 44 વોટર રિચાર્જ સ્ટ્રકચર બનાવવામાં આવ્યા છે. તેમજ ચાલુ વર્ષ 2025 દરમિયાન જિલ્લા પંચાયતના સિચાઈ વિભાગ દ્વારા આશરે 224 રિચાર્જ વેલ બનાવવાનું આયોજન છે. આ વર્ષ દરમિયાન વન વિભાગ દ્વારા આશરે બે લાખ જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે.
અમદાવાદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન-2025 અંતર્ગત વિવિધ વિભાગો દ્વારા કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જળ સંપત્તિ વિભાગ દ્વારા 101 કાર્યો કરવામાં આવ્યા છે, જ્યારે ગ્રામ વિકાસ વિભાગે 37 કાર્યો કર્યા છે. વોટર શેડ એજન્સીએ 14 કાર્યો, વન અને પર્યાવરણ વિભાગે 1 કાર્ય, તથા પંચાયત અને ગ્રામીણ આવાસ વિભાગ દ્વારા 46 કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, વિવિધ નગરપાલિકાઓએ પણ 46 કાર્યો કર્યા છે અને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 153 કાર્યો કરવામાં આવ્યા છે. આમ, આ અભિયાન હેઠળ કુલ 398 કાર્યો સંપન્ન થયા છે.
(12:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
