<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

અમદાવાદની રથયાત્રા માટે ફૂલપ્રૂફ સુરક્ષાચક્ર રચવા હાઈલેવલે ભારે ધમધમાટ

કાશ્‍મીર ખીણની બર્બરતાભરી આતંકી ઘટના, ઓપરેશન સિંદૂર, બોમ્‍બ ધડાકા ધમકી, જાસૂસ પકડાવવા જેવી ઘટનાઓને જોડી બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક કોઈ જોખમ લેવા માગતા નથી : રથયાત્રા પહેલા નીકળનાર જળયાત્રા, ઇદની ઉજવણી વિગેરે નિર્વધ્‍ને થાય તે માટે ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ, ડીસીપી અજિત રાજિયાણ, સેક્‍ટર વડા નીરજ બડગુજર, જયપાલસિંહ રાઠોડ સાથે રણનીતિ ઘડવા જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક દ્વારા બેઠકોનો દોર ફૂલ સ્‍પીડમા : ૧૦૮ લોટા પવિત્ર જળથી ભગવાનનો અભિષેક, સાબરમતી કિનારે વિધિ, ધ્‍વજા પતાકા દ્વારા દર્શનીય સુશોભન..સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા વિધિ ચીધરી ટીમ દ્વારા બંદોબસ્‍ત સ્‍કીમ ઘડવા કાર્યરત

 

રાજકોટ તા.૫: સમગ્ર દેશમાં કુંભ મેળા પછી, પોલીસ બંદોબસ્‍તની દ્રષ્ટિએ દેશમાં બીજા નંબરે આવતી અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા નિર્વિઘ્‍ને પસાર થાય તે માટે બીએસએફ બેક ગ્રાઉન્‍ડ ધરાવતા અમદાવાદના ડીજીપી લેવલના સિનિયર આઇપીએસ જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શન મુજબ હવે સ્‍પીડ પકડી છે.     

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ , ડીસીપી અજિત રાજિયાણ ટીમ, સેક્‍ટર વડા નીરજ બડગુજર, સેકટર વડા જયપાલસિંહ રાઠોડ ટીમ સાથે જેમના શિરે આ બંદોબસ્‍ત સ્‍કીમ બનાવવાની જવાબદારી છે તેવા સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચ વડા વિધિ ચોધરી અને ટીમ કાર્યરત બની છે.

પોલીસ તંત્ર માફક લોકોની અસ્‍થાના પ્રતીક સમી આ ૧૪૮ મી રથયાત્રા માટે જગન્નાથ મંદિરના મહંત પૂજ્‍ય મહંત અને મંદિર પ્રશાસન ટ્રસ્‍ટ દ્વારા પણ પુરજોશમાં તૈયારીઓ આરંભાઈ છે. પરંપરા મુજબ રથયાત્રા અગાઉ ૧૧મી બુધવારે જળયાત્રા યોજાશે. જેમાં ગળહ મંત્રી હર્ષ સંઘવી વિગેરેને નિમંત્રણ આપવામાં આવ્‍યું છે.૧૦૮ જેટલા વિવિધ પવિત્ર જળો દ્વારા સાબરમતી કિનારે પૂજન કરવામાં આવશે ત્‍યારે અલૌકિક દ્રશ્‍યો સર્જાશે.

ભગવાનનો અભિષેક આ પવિત્ર જળ દ્વારા કરવામાં આવશે. ધ્‍વજા પતાકા વિગેરે દ્વારા શણગાર કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા પણ જૂના ગમે તેવા તૂટે તેવી ઇમારત સહિત દબાણ દૂર કરવામાં આવી રહ્યે છે.

આજ રીતે ૭મી તારીખે ઈદ હોવાથી આ તહેવાર દરમિયાન કોમી તંગદિલી ન વધે તે માટે બકરા, બાજરીની વિધિ માટે રાજ્‍ય સરકારે કેટલાક કડક નિયમો પોલીસ તંત્ર મારફત જાહેરનામાં દ્વારા બહાર પાડ્‍યા છે. કાશ્‍મીર ખીણની બર્બરતાભરી આતંકી ઘટના અને ઓપરેશન સિંદૂર જેવી બાબતો ધ્‍યાને રાખવા સાથે નરેન્‍દ્ર મોદી સ્‍ટેડિયમ સહિત આ પહેલા મળેલ બોમ્‍બ ધમકી, પાકિસ્‍તાની જાસૂસ પકડવા વિગેરે બાબત કેન્‍દ્રમાં રાખી પોલીસ કમિશનર જ્ઞાનેન્‍દ્રસિહ મલ્લિક દ્વારા મકાન ગોડાઉન ભાડે આપતા પહેલા પોલીસને આખી વિગતો સાથેની ફાઇલ અને બ્રોકરની સંપૂર્ણ વિગતો અંગેના જાહેરનામાના કડક અમલ માટે પોલીસ તંત્રને આદેશ છોડ્‍યા છે

(10:58 AM IST)