News of Thursday, 5th June 2025
આજથી સોમવાર સુધી રાજયના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકેઃ હવામાન ખાતુ
શનિવારે રાજકોટ, જૂનાગઢ, બોટાદ સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદથી સંભાવના

અમદાવાદઃ ગુજરાતમાં હાલ અપર એર સાયક્લોનિક સકર્યુલેશનની સિસ્ટમ્સને કારણે ચોમાસા પહેલાં જ વરસાદી માહોલ છવાયો છે.હવામાન વિભાગે સાત દિવસ ગુજરાતમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં આજે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરતાં જણાવ્યું છે કે, સાત દિવસ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડશે.આજે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે.
વેધર મેપ પ્રમાણે, આજે પાંચમી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કયાંક અમુક તો કયાંક છૂટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છઠ્ઠી તારીખે ગુજરાતના તમામ જિલ્લાઓમાં કયાંક અમુક તો કયાંક છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
સાતમી તારીખથી વરસાદનું જોર ઘટતું જણાશે. શનિવારે રાજકોટ, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ભાવનગર, દીવ, ગીર સોમનાથ, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે
આઠમી અને નવમી તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
(11:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
