<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

નરહરિ અમીન કા જન્‍મદિન આયા, અપાર ખુશીઓ કા રંગ સંગ લાયા..

પ્રકાશિત અને સુવાસિત સાંસદ ૭૧માં વર્ષના દ્વારે

રાજકોટઃ કળપા કરે હરિ, ધન્‍ય થાય નરહરિ... હરિકળપાથી ખુશખુશાલ ગુજરાતના સિધ્‍ધ અને પ્રસિધ્‍ધ નેતા શ્રી નરહરિ અમીન આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઈ રહ્યા છે. તેમનો જન્‍મ તા. ૫ જુન ૧૯૫૫ ના દિવસે થયેલ. આજે ૭૧માં વર્ષનો પ્રથમ દિવસ ઉગ્‍યો છે. તેઓ ભાજપના રાજ્‍યસભાના સભ્‍ય છે. તેમના નેતળત્‍વમાં અડાલજમાં અન્નપૂર્ણાધામ દ્વારા અત્‍યંત રાહતદરે ભોજનાલય ચાલી રહ્યું છે. હીરામણિ આરોગ્‍યધામ તેમની યશકલગીનું છોગુ છે.

પાટીદાર રત્‍ન શ્રી નરહરિ અમીનનું નામ ગુજરાતના ગૌરવના ગગનમાં વર્ષોથી ગુંજી રહ્યું છે. તેઓ માત્ર ૩૯ વર્ષની ઉંમરે રાજ્‍યના નાયબ મુખ્‍યમંત્રી બનેલા. ગુજરાત ક્રિકેટ એસો.ના પ્રમુખ, રાજ્‍ય આયોજન પંચના ઉપાધ્‍યક્ષ વગેરે પદ પર તેમનું મહત્‍વનું યોગદાન રહ્યું છે. સહકારી ક્ષેત્રે તેમનું અનન્‍ય પ્રદાન છે. તેમના વડપણ હેઠળનું અમદાવાદનું હીરામણિ શૈક્ષણિક સંકુલ શિક્ષણ ક્ષેત્રે સુપ્રસિધ્‍ધ છે.

તેઓ ભાવ અને પ્રભાવથી ભરપૂર વ્‍યકિત છે. જીવનસંગીની શ્રીમતી નીતાબેન તેમની પ્રગતિમાં પ્રેરક બળ બની રહ્યા છે. સર્વાંગી સુખથી એની જિંદગી રૂડી છે અને ચોમેર સ્‍નેહભીના સબંધો એની મૂડી છે. જોગાનુજોગ આજે વિશ્વ પર્યાવરણ દિન છે. શ્રી નરહરિ અમીનની રાજનીતિનું વટવૃક્ષ સફળતાના મીઠા ફળ નીપજાવે તેવી શુભકામના શુભેચ્‍છકો વરસાવી રહ્યા છે. ફોન નં. ૦૨૭૧૭-૨૪૨૫૦૫, મો. ૯૮૨૫૦ ૦૬૬૬૭ અમદાવાદ

(11:52 AM IST)