તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લાના 4 તાલુકામાં વરસાદ
આગામી બે દિવસ રાજયના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે

અમદાવાદ : છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લાના 4 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધારે નવસારી તાલુકામાં વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા પર નજર કરીએ તો નવસારી તાલુકામાં અને જલાલપોર તાલુકામાં એક એક ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે ચીખલીમાં પોણો ઈંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ખેરગામમાં વરસાદ ઝાપટા પડ્યા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ 5 અને 6 જૂન 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ થઇ શકે છે.
(11:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
