તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th June 2025
શાળા પ્રવેશોત્સવ મોકૂફઃ આચારસંહિતા નડી
વિધાનસભાની બે પેટાચૂંટણી અને ગ્રામ પંચાયતોની ચૂંટણીની આચારસંહિતા તા. ર૭ સુધી અમલમાં: શાળાઓ સોમવારથી શરૂ થઇ જશેઃ પ્રવેશોત્સવ ત્યાર પછી યોજવાની વિચારણા

રાજકોટ તા. પ :.. રાજય સરકાર દ્વારા દર વર્ષે શૈક્ષણિક સત્રના પ્રારંભે યોજાતો શાળા પ્રવેશોત્સવ આ વર્ષ તા. ૧૮ થી ર૦ જુન સુધી યોજવાનું જાહેર કરાયેલ પરંતુ કડી તથા વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી તથા ૮ હજાર જેટલી ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી જાહેર થતા શાળા પ્રવેશોત્સવ મોકૂફ રાખવામાં આવ્યાનું જાણવા મળે છે. ર૭ જુન પછી પ્રાથમિક-માધ્યમિક કક્ષાએ પ્રવેશોત્સ્વ યોજવાનું સરકાર વિચારી રહી છે.બાલવાટિકા તથા ધો. ૧ અને ધો. ૯ માં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા પ્રવેશોત્સવ યોજતો હોય છે. સરકારી અધિકારીઓ અને પદાધિકારીઓ, ગામડે ગામડે જઇને શાળા પ્રવેશ કરાવે છે. આ વખતે શિક્ષકો સહિતના કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા છે. પદાધિકારીઓ પ્રચારમાં વ્યસ્ત છે. બે વિધાનસભા વિસ્તારો (કડી અને વિસ્તારો)માં પેટાચૂંટણી છે. સરકારી કાર્યક્રમ ચૂંટણીની આચારસંહિતાના કારણે યોજાય શકે તેમ નથી. આ બધી બાબતો ધ્યાને લઇને સરકારે શાળા પ્રવેશોત્સવ મોકૂફ રાખ્યો છે. તા. ૭ જુને પંચાયતોની ચૂંટણીની આચારસંહિતા પૂરી થાય પછી શાળા પ્રવેશોત્સવ યોજવાની શકયતા સરકાર તપાસી રહી છે. શાળાઓમાં બાળકોની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. તા. ૯ જુનથી વેકેશન ખૂલતા રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ જશે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
