<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1513 રૂપિયા સુધી બોલાયો: જાણો 29 યાર્ડમાં શું રહ્યા ભાવ

ગુજરાતના 29 માર્કેટ યાર્ડમાં કુલ 1,238.19 ટન મગફળીની આવક થઇ: જાણો કયા માર્કેટ યાર્ડમાં કેટલા ટન મગફળીની આવક

અમદાવાદ :આજે ગુજરાતના 29 માર્કેટ યાર્ડમાં કુલ 1,238.19 ટન મગફળીની આવક થઇ હતી. જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમા 1513 રૂપિયા બોલાયો હતો. રાજકોટમાં મગફળીનો ઉંચો ભાવ 1170 રુ. અને નીચો ભાવ 900 રૂપિયા સુધી બોલાયો હતો. આ સિવાય ગોંડલમાં 1456 રૂ., હળવદમાં 1370 રૂ., તળાજામાં 1368 રૂ., તલોદમાં 1345 રૂ., વ્યારામાં 1280 રૂ., વિસાવદરમાં 1251 રૂપિયા ઉંચો ભાવ રહ્યો હતો.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વિગતો દર્શાવતી વેબસાઈટ અનુસાર આજે ગુજરાતમાં વિવિધ માર્કેટિંગ યાર્ડમાં કુલ 1,238.19 ટન મગફળીની આવક થઇ છે.

(8:36 PM IST)