News of Thursday, 5th June 2025
ડીસા નજીક મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદે ખનન સામે મોટી કાર્યવાહી: હિટાચી મશીન અને સાત ડમ્પર જપ્ત
બાતમીના આધારે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહ સારસ્વાની સૂચનાથી ભૂસ્તર વિભાગના સ્ટાફે ઓચિંતો દરોડો: કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લાના ડીસા નજીક મહાદેવિયા પાસે બનાસ નદીમાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ અને ખનીજ વિભાગે મોટી કાર્યવાહી કરી એક હિટાચી મશીન અને સાત ડમ્પર ઝડપી પાડ્યા છે. પાંચ દિવસ અગાઉ રાણપુરમાંથી પણ ખનીજ ચોરી ઝડપાઇ હતી.
ડીસાના મહાદેવિયા પાસે બનાસ નદીમાં રેતીનું ગેરકાયદે ખનન થતું હોવાની બાતમીના આધારે ભુસ્તર શાસ્ત્રી ગુરુપ્રિતસિંહ સારસ્વાની સૂચનાથી ભૂસ્તર વિભાગના સ્ટાફે ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી 7 ડમ્પરો અને એક હીટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા હતા. ઝડપાયેલા તમામ 7 ડમ્પરને વધુ કાર્યવાહી માટે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યા છે. જયારે મશીનને સીઝ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લા ભબસ્તર વિભાગે આશરે કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે વધુ કડક કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનય છે કે, પાંચ દિવસ અગાઉ રાણપુરમાંથી પણ ખનીજ ચોરી ઝડપાઇ હતી. જેમાં દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
(10:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
