<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

દાહોદ મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા 5 અધિકારીઓ અને કર્મચારીઓના જામીન મંજૂર

આરોપીઓમાં મહીપાલ ચૌહાણ અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જયવીર નાગોરી , તત્કાલીન ટીડીઓ અને હાલ ડેપ્યુટી DDO રસીક રાઠવા, તત્કાલીન TDO દર્શન પટેલ અને ટેકનિકલ આસિસ્ટન્ટ મનીષ પટેલ જામીનમુક્ત

હોદ જિલ્લાના ધાનપુર અને દેવગઢ બારીઆમાં 71 કરોડના મનરેગા કૌભાંડ મામલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા 5 અધિકારીઓ અને કર્મચારીઓના જામીન મંજૂર કર્યા છે. 

મળતી માહિતી મુજબ, દાહોદ જિલ્લામાં મનરેગા યોજના હેઠળ 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે પાંચ આરોપીઓને જામીન આપ્યા છે. આ આરોપીઓમાં મહીપાલ ચૌહાણ અને આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જયવીર નાગોરી , તત્કાલીન ટીડીઓ અને હાલ ડેપ્યુટી DDO રસીક રાઠવા, તત્કાલીન TDO દર્શન પટેલ અને ટેકનિકલ આસિસ્ટન્ટ  મનીષ પટેલનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, દાહોદ મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોને કોર્ટે જામીન પર મુક્ત કર્યા, જોકે તેમની સામે વધુ એક ફરિયાદ થતા પોલીસે ફરીવાર ધરપકડ કરી હતી.જેમાં બળવંત ખાબડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતાં. હવે મનરેગા કૌભાંડમાં સંડોવાયેલા 5 અધિકારીઓ અને કર્મચારીઓના જામીન મંજૂર કરવામાં આવ્યા છે.જેમાં તત્કાલિક TDO દર્શન પટેલ, દાહોદ જિલ્લા પંચાયતના ડેપ્યુટી DDO રસિક રાઠવા સહિત GRSના જામીન મંજૂર કરાયા છે.

દાહોદ થયેલા મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની જામીન મળ્યા બાદ ફરીવાર ધરપકડ કરવામાં આવી હતી. મંત્રી બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડને જામીન મળ્યા બાદ ફરીવાર જેલ ભેગા કરવામાં આવ્યા હતા. બળવંત ખાબડ સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં ભાણપુર ગામે મંજૂર કામોમાંથી 11 કામો બાકી હોવા છતા બાકીના કામોનું પણ બિલ પાસ કરાવ્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બળવંત ખાબડની એજન્સીને રૂપિયા 33.86 લાખ ચૂકવાયા હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતી. હવે આ કેસમાં સરકારી અધિકારીઓને પણ કોર્ટે જામીન આપ્યા છે

 


 

(10:51 PM IST)