News of Thursday, 5th June 2025
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી
પ્રવાસીઓને ઉપયોગી છોડ ભેટ અપાયા, પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપતા સેલ્ફી પોઇન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

( ભરત શાહ દ્વારા )નર્મદા: પર્યાવરણની જાગૃતિ અને સંરક્ષણ ક્ષેત્રે અગ્રેસર સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચેરમેન મુકેશ પુરી, મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરાના માર્ગદર્શનમાં નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસના નેતૃત્વમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો પ્રારંભ ભારત વન, વેલી ઓફ ફ્લાવરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા, નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસ, અધિક કલેકટર ગોપાલ બામણીયાની ઉપસ્થિતીમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.
“ગ્રીનિંગ એકતા નગર” અને “એક પેડ માં કે નામ” પ્રકલ્પ અંતર્ગત આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ એ વૃક્ષારોપણ કરીને પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે મુલકાતે આવેલ પ્રવાસીઓને ઉપયોગી છોડ યાદગીરીના ભાગરૂપે ભેટ અપાયા હતા. પ્રવાસીઓએ પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપતા સેલ્ફી પોઇન્ટ પર સેલ્ફી પોઇન્ટ પર તસ્વિર ખેંચાવી હતી.
આજથી “ગ્રિનિંગ એકતા નગર” અને “એક પેડ માં કે નામ ૨.૦” અંતર્ગત ૫ લાખ રોપાના વાવેતર ના સંકલ્પ સાથે કામગીરીનો પણ આરંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નગર નિયોજક મનન શાહ, રેન્જ ફોરેસ્ટ ઓફીસર સર્વ જિતેન્દ્ર ભેડા, મદનસિંહ રાઉલજી, હીરાભાઇ રાઠવા,કિરપાલસિંહ ગોહીલ,જનક કાકડીયા સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ અને પ્રવાસીઓ સહભાગી થયા હતા.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
