News of Thursday, 5th June 2025
મોટા હેડવા ગામના મહિલાને જાગૃત નાગરિક પ્રેમભાઈ વસાવાએ બ્લડ આપી માનવતા દર્શાવી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નાંદોદ તાલુકાનાં મોટા હેડવા ગામના નિવાસી નિરૂપાબેન રૂપસિંગભાઈ વસાવાને કોઈ કારણસર શરીરમા બ્લડનું પ્રમાણ ધટી જતા રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હતા. તેઓને તાત્કાલિક AB+ બ્લડની જરૂરિયાત હોવાની જાણ વિશ્વ હિંદુ પરિષદ બજરંગદળ ના કાર્યકર્તા પ્રેમભાઈ વસાવાને થતા રાજપીપળા રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે તાત્કાલિક પહોચીને બ્લડ ડોનેટ કર્યુ. આમ પ્રેમભાઈ વસાવાએ જાગૃત નાગરિક તરીકે 18 મી વખત બ્લડ ડોનેટ કર્યુ. પ્રેમભાઈ વસાવાનું કહેવુ છે કે સિકલસેલ અને બીજા અન્ય કારણોસર શરીરમાં બ્લડનું પ્રમાણ બહું ઓછું થઈ જાય છે અને કોઈક કેશોમાં દર્દીનું મૃત્યુ પણ થઈ જાય છે. જો લોકો એક જાગૃત નાગરિક તરીકે વધુમા વધુ રક્તદાન કરશે અથવા તો કરાવશે તો આવી ધટનાઓ અટકાવવામાં જરૂરથી સફળતા મળશે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
