<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th June 2025

તિલકવાડા તાલુકામાં યુવક અને યુવતીએ ઝરી દવા પી લેતા યુવકનું મોત: યુવતીનો બચાવ

(ભરત શાહ દ્વારા )નર્મદા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં બે અલગ અલગ ઘટનામાં યુવક અને યુવતીએ ઝેરી દવા પી લેતા યુવકનું મોત થયું હતું જ્યારે યુવતીનો બચાવ થયો છે
    મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના કંથરપુરા ગામમાં બનેલા બનાવમાં ભૂમિકાબેન હિતેશભાઈ બારીયા( ઉં.વ.૨૦ )(રહેવાસી-કંથરપુરા )એ ટ્રેક્ટરના ડ્રાઇવરનુ ટિફિન તૈયાર કરેલ ન હતુ તેમજ ઘરનુ પણ જમવાનુ બાકી હતુ જે બાબતે તેમના પતિ હિતેશભાઇ ભયલાલભાઇ બારીયા નાઓએ ટીફિન કેમ હજુ તૈયાર થયેલ નથી તેમ કહી બોલાચાલી કરતા ભૂમિકાબેન ને મનમાં લાગી આવતા કપાસમાં છાટવાની દવા પી જતા ગરુડેશ્વર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ ગયેલ ત્યાંથી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલ લઈ આવેલ ત્યાં હાલમાં તેઓ સારવાર હેઠળ છે.  
   બીજી ઘટના ગોલાતલાવડી ગામે બની જેમાં દિલીપભાઈ જેઠાભાઈ બારીયા (ઉમર વર્ષ.૪૦)( રહે.ગોલાતલાવડી) નાઓ એ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા સારવાર દરમીયાન રાજપીપલા સિવિલ હોસ્પીટલ તેમનું મોત થતા ઉપરોક્ત બંને ઘટના માં તિલકવાડા પોલીસે નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

(11:05 PM IST)