News of Friday, 6th June 2025
પ્રદીપસિંહ જાડેજા.. પીએસઆઈથી માંડી ડેપ્યૂટી પોલીસ કમિશનર સુધીની સફર
રાજકોટ તાલુકાના સૂકી સાજડીયાના વતની કાબેલ અધિકારી સાથે સામાન્ય લોકોના હમદર્દ તરીકે રાજ્યભરમાં જાણીતા છે :પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક દ્વારા પોલીસ તંત્રને એક મેસેજ આપવા એસીપી દરજ્જે બઢતી મેળવનાર અધિકારીના યુનિફોર્મ સોલ્ડર પર અશોકચક્ર અને સ્ટાર સેક્ટર વડા રાજપાલસિંહ રાઠોડને સાથે રાખી હોંશભેર લગાડ્યા

રાજકોટ તા. ૬: પોલીસ તંત્રમાં પીએસઆઈ દરજ્જે જોડાઈ અને એસપી ડેપ્યુટી પોલીસ કમિશનર સુધીની તાજેતરમાં બઢતી મેળવનાર રાજકોટ તાલુકાના સૂકી સાજડીયાળી ગામના મૂળ વતની પ્રદિપસિંહ જાડેજાને બઢતી મળતા સૌરાષ્ટ્ર ગુજરાતના વિવિધ સમાજના લોકોમાં ખુશીની લહેરખી દોડી જવા તેમના પરિવારના અન્ય સભ્યો પર અભિનંદન અપરંપાર વર્ષી રહ્યા છે. તેમના યુનિફોર્મ પર પ્રદિપસિંહ જાડેજા જેવો જ માનવીય અભિગમ ધરાવતા અમદાવાદના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા તેમના યુનિફોર્મ પર અર્થાત્ સોલ્ડર અશોક સ્થભ અને સ્ટાર સાથેના ટાઇટલ લગાડી પોલીસ તંત્રમાં ભુલાતી જતી ભાઇચારાની ભાવના અંગે મિશાલ રૂપ મેસેજ આપેલ
પ્રદીપસિંહ જાડેજાને ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, સેક્ટર વડા નીરજ બડગુજ્જર, સ્પેશ્યલ બ્રાન્ચ વડા વિધિ ચોધરી અને ડીસીપી ઝોન ૬ રવિ સેની સહિતના નાયબ પોલીસ કમિશનર સહિત ગુજરાતભરના પોલીસ અધિકારી સ્ટાફ દ્વાર પીઠ થાબડવામાં આવેલ.
સામાન્ય માણસના ખરા અર્થમાં હમદર્દ એવા આ અધિકારીએ પ્રજાના સામાન્ય વર્ગના લોકોની મુસીબત સમયે અભ્યાસ માટે, માંદગી સમયે ખૂબ મદદ કરી છે. એક ખાનદાન અધિકારીને શોભે તે રીતે ઘણા સિનિયર સિટીઝનના મકાન દબાણ જેવા પ્રસંગોએ ઉચ્ચ અધિજ્સતિઓને વિશ્વાસમાં રાખી મદદરૂપ બન્યા છે.
રાજકોટના જાણીતા વ્યાપારી પેઢીના અપહરણ મામલામા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ તરીકે અદભુત કામગીરી બજાવેલ. વર્ષો જુના રીઢા અપરાધીઓને પકડવાની ઝુંબેશ, ત્રિપલ હત્યાના આરોપીઓ પકડી તેને સજા કરાવવા સાથેના મજબૂત પુરાવા એકઠા કર્યાની નોંધ આજે પણ આ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અધિકારીના નામે બોલે છે
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
