તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 6th June 2025
દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી : વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદની શક્યતા
દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે ભેજના પ્રવાહો ફંટાઇ રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી

અમદાવાદ :હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે. આ સાથે દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર દક્ષિણ ચીનમાં લો પ્રેશરને કારણે ભેજના પ્રવાહો ફંટાઇ રહ્યા છે. ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમમાં ગરમ પ્રવાહો ફૂંકાતા ચોમાસાને બ્રેક લાગી છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 8થી 12 જૂન મુંબઇ સહિત મહારાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદ થશે.બીજી તરફ ગુજરાતમાં ચોમાસાના આગમનને લઇને અંબાલાલ પટેલે પૂર્વાનુમાન કર્યું છે. તેમના પ્રમાણે 12 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું ગતિ પકડશે. રાજ્યમાં 12 થી 18 જૂન દરમિયાન ધોધમાર વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
