<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

નરહરિ અમીન પરિવારનો પર્યાવરણ પ્રેમઃ જન્‍મદિને વૃક્ષારોપણ-વૃધ્‍ધાશ્રમમાં ભોજન

 

રાજકોટ તા.૬: ગઇકાલે તા.૫ જૂને અમદાવાદમાં નરહરિ અમીન સંસદસભ્‍ય રાજ્‍યસભા અને પ્રમુખ, જનસહાયક ટ્રસ્‍ટ ના તે માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે જન્‍મદિનની ઉજવણી હીરામણિ સ્‍કૂલ ખાતે તેમના હીરામણિ પરિવારના સભ્‍યો તેમજ હીરામણિ સાંધ્‍યજીવન ફુટીરના વડીલો, શાળાના આચાર્યો, શિક્ષકો અને શુભેચ્‍છાકોની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી.

૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજીનાં ૅમિશન લાઈફ ના અભિગમને જોડતા એક પેડ માં કે નામ ના સંકલ્‍પ અભિયાન અંતર્ગત હીરામણિ સંકૂલમાં વળક્ષારોપણ કરવામાં આવ્‍યું. તેમજ વળધ્‍ધાશ્રમના વડીલો તેમજ હીરામણિ પરિવારનાં સભ્‍યો સાથે ભોજન કરવામાં આવ્‍યું.

આ પ્રસંગે ટ્રસ્‍ટનાં ઉપપ્રમુખ શ્રીમતી નીતાબેન અમીન, મેનેજિંગ ટ્રસ્‍ટી ડો. વરૂણ અમીન, ટ્રસ્‍ટનાં ખજાનચી શ્રીમતી વિજુલબેન અમીન, ગવર્નીંગ બોડીનાં સભ્‍યો શ્રી પ્રવિણચંદ્ર અમીન, શ્રી ઘનશ્‍યામભાઈ અમીન, શ્રી પ્રશાંતભાઈ અમીન, શ્રી આનંદભાઈ અમીન, ટ્રસ્‍ટનાં ટ્રસ્‍ટીઓ શ્રી આર. સી. પટેલ, શ્રી પંકજભાઈ દેસાઇ, સીઇઓ શ્રી ભગવતભાઈ અમીન, હીરામણી સ્‍કૂલ પરિવારનાં સ્‍ટાફ, સાંધ્‍યજીવન ફુટીર માં રહેતા વડીલો વિગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(

(3:03 PM IST)