<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

શરીર સંબંધ બાંધતા ન આવડતું હોય તો બોયફ્રેન્ડ પાસે શીખીને આવવું જોઈએ , વિકૃત પતિ મને પત્નીને વીડિયો જોઇને સંબંધ બાંધવાનું દબાણ કરતો અને જો સંબંધ બાંધવા ન દેય તો નખથી ઇજાઓ કરતો : અમદાવાદમાં 34 વર્ષીય પરિણીત મહિલાએ પતિના પાપનો પર્દાફાશ કરતાં ગંભીર આરોપ મૂકયાં

પતિ તેના શરીર પર માર્કરથી અશ્લીલ ચિત્રો દોરતો હતો અને બિભત્સ માગ કરતો : આરોપી મૂળ જુનાગઢનો છે પાયલોટ હોવાથી કતાર જવા માટે વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા

અમદાવાદ તા.૬ :  અમદાવાદમાં 34 વર્ષીય પરિણીત મહિલાએ પતિના પાપનો પર્દાફાશ કરતાં તેની સામે અનેક ગંભીર આરોપ મૂકયાં છે. જુનાગઢના યુવાન સાથે લગ્ન કરનારી અને હાલમાં ગોતાના જગતપુરમાં રહેતી 34 વર્ષીય મહિલાએ પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેનો પતિ તેને પોર્ન વીડિયો દેખાડીને તે પ્રમાણે સંબંધ બાંધવાની ફરજ પાડતો હતો. પતિ તેની સાથે અકુદરતી સેક્સનું પણ દબાણ કરતો. મહિલાના કહેવા અનુસાર, પતિ તેના શરીર પર માર્કરથી અશ્લીલ ચિત્રો દોરતો હતો અને બિભત્સ માગ કરતો હતો.

પત્નીનો એવો પણ આરોપ છે તેનો પતિ તેને કહેતો કે તેને શરીર સંબંધ બાંધતા નથી આવડતું, તેણે તેના બોયફ્રેન્ડ પાસે શીખીને આવવું જોઈતું હતું. આ વિકૃત પતિ પત્નીને વીડિયો જોઇને સંબંધ બાંધવાનું દબાણ કરતો અને જો સંબંધ બાંધવા ન દેય તો નખથી ઇજાઓ કરતો હતો.

પતિએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ નપુંસક છે અને દવાઓ ખાઈને તેની સાથે સંબંધ બાંધવાની કોશિશ કરતો હતો અને તેની પર અશ્લિલ ત્રાસ વર્તાવતો હતો.

આરોપી યુવાન મૂળ જુનાગઢનો છે તે પાયલોટ છે. પાયલોટ હોવાથી કતાર જવા માટે વિઝા મેળવવામાં સરળતા રહે તે માટે બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા અને બાદમાં સામાજીક રીતે લગ્ન કર્યા હતા. 2021માં તેની સગાઈ આ યુવતી સાથે થઈ હતી અને ત્યાર બાદ લગ્ન કરીને અમદાવાદમાં રહેતાં હતા. યુવતીના સાસરિયાઓએ જયપુર પેલેસમાં લગ્ન કરવા માટે 40 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનું પણ સામે આવ્યું છે.

(4:47 PM IST)