<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th June 2025

બકરી ઈદ પર સોશિયલ મીડિયા પર અફવા અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરનાર સામે કાર્યવાહી થશે

અમદાવાદ જિલ્લા પોલીસે બકરી ઈદના તહેવાર સંદર્ભે મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કર્યા

અમદાવાદ જિલ્લા પોલીસે બકરી ઈદના તહેવાર સંદર્ભે મહત્વપૂર્ણ નિર્દેશો જાહેર કર્યા છે. પોલીસે સોશિયલ મીડિયા પર અફવાઓ અને ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરવા સામે કડક ચેતવણી આપી છે..

સાયબર ક્રાઇમ સેલની વિશેષ ટીમો વ્હોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત નજર રાખી રહી છે. કોઈપણ વ્યક્તિ ઉશ્કેરણીજનક સામગ્રી શેર કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

 

તહેવાર દરમિયાન ડીજે દ્વારા કોઈપણ ધર્મ કે જાતિની લાગણી દુભાય તેવા ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

ગેરકાયદેસર પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 196, 299, 353 અને ઇન્ફોરમેશન ટેકનોલોજી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. પોલીસે તમામ નાગરિકોને સદ્ભાવના અને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે.

(8:38 PM IST)