તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
ડેડીયાપાડા શીયાલી ગામે જમીન બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું, પાઇપો અને લાકડીઓ વડે હુમલામાં 6 ઘાયલ
ડેડીયાપાડા પોલીસે બંને પક્ષો ની સામસામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી : કુલ છ સામે ફરિયાદ નોંધાઈ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના શિયાલી ગામે બે પરિવારો વચ્ચે જમીન બાબતે ઝગડો થયો જેમાં બંને પક્ષે અપશબ્દો બોલી મારામારી કરી મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો અને પોલીસે બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ના શિયાલી ગામે નિશાળ ફળીયામાં અક્ષય સુરજી વસાવાએ ફરિયાદ નોંધાવી કે ગામના એક જ ફળિયામાં રહેતા હિતેશ ગુરજી વસાવા, ગુરજી સુરજી વસાવા તથા વિલાસ વસાવા, લલીતા ગુરજી વસાવા, ગુરજી વસાવા તેમના ઘરના આગણામાં આવી અક્ષય તથા નિકીતા ઘરે હતા ત્યારે અપશબ્દો બોલીને તમે જે જમીનમાં હાલમાં ખેડાણ કરી છે. તે જમીનમાં હવે ખેડાણ કરતા નહીં તેમ કહી આ જમીન અમારા ભાગે આવેલ છે અને અમો ખેડાણ કરીશું કહી ઉશ્કેરાઈ જઈને એક બીજાની મદદ કરી લાકડી વડે અને ગળદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ઘમકીઓ આપી હતી.
જ્યારે સામે ગુરજી ફુલજી વસાવાએ ફરિયાદ નોંધાવી કે અક્ષય સુરજી વસાવા, સૂરજી ફુલજી વસાવા ) નિકીતા અક્ષય વસાવા તથા નારસીંગ મંજી વસાવા નાનો આવી જમીન બાબતે તકરાર કરી એક બીજાનું ઉપરાણું લઈને લાકડી અને ઢીકાપાટુનો માર મારી બીજી વાર અમારી સાથે જમીનની વાત કરશો તો તમને જાનથી મારી નખીશું તેવી ધમકી આપી હતી.
એકજ કુટુંબના બે પરિવારિક ભાઈઓ જમીનમાં ભાગ બાબતે સામ સામે આવી જતા ધીંગાણું સર્જાયું હતું જેમાં એક પરિવારના 5 અને બીજા પરિવારના 4 આ તમામને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ડેડીયાપાડા પોલીસે આ તમામ 9 સામે ગુનો નોંધી ને તપાસ હાથ ધરી છે.
(12:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
