<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

રાજપીપળામાં સખી મંડળ ની બહેનો દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ભરત શાહ, નર્મદા : તા. ૬ ૫ જૂન ૨૦૨૫, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રાજપીપલામાં વિશાળ વોકેથોન અને ક્લીનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. વોકેથોન રેલી ધાબા ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલ ટાવર થઈને સરદાર ટાઉનહોલ ખાતેના સર વિનાયક રાવ વૈદ્ય ગાર્ડન ખાતે પૂર્ણ થઈ હતી. બેનર, પ્લે કાર્ડના માધ્યમથી નગરજનોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.સાથે સાથે સખી મંડળ ની બહેનો દ્વારા વુમન ફોર ટ્રી કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ રાશી નક્ષત્ર ગાર્ડન કરજણ ઓવારા પાસે રાખવામા આવ્યો જેમાં સખી મંડળ ની બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં બે મંડળ ની કુલ 15 જેવી બહેનો એ ભાગ લીધો હતો

(12:34 AM IST)