તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
મેઘાલય રાજ્યના બાળકને તેમના પરિવાર સુધી પહોંચાડતી બાળ કલ્યાણ સમિતિ વડોદરા

( ભરત શાહ દ્વારા )નર્મદા :આશરે એક માસ પહેલા મેઘાલય રાજયનું (વેસ્ટ ગોરો હિલ્સ, તૂરા) બાળક જે બાળ મજૂરી રેડમાં આવેલ હોય જેને બાળ કલ્યાણ સમિતિ વડોદરાના આદેશથી કાળજી અને રક્ષણની જરૂરિયાત હેતુસર બાળ સંભાળ ગૃહ બાળ ગોકુલમ ખાતે આશ્રય આપવામાં આવેલ હતો. બાળક મૂળ મેઘાલય રાજયનું વતની હોવાથી તેના વિશેષ કાઉન્સેલીગ માટે દુભાશિયા ની પણ વ્યવસ્થા કરવામાં આવેલ હતી જેથી બાળક ને યોગ્ય રીતે સમજી શકાય. તમામ માહિતી મેળવ્યા બાદ બાળકના વાલીને સંપર્ક કરેલ જેમાં માલુમ પડેલ કે તેના વાલીની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હોય જેથી બાળકને લેવા વડોદરા ગુજરાત સુધી આવી શકે તેમ ન હોય. જેથી જિલ્લા બાળ સુરક્ષા એકમ વડોદરાના સુરક્ષા અધિકારી રિતેશ ગુપ્તા અને બાળ ગોકુલમ સંસ્થાના અધિકક્ષક ધ્રુમિલ જે દોશી દ્વારા વિષેશ કામગીરી અને યોગ્ય સંકલન કરવામાં આવેલ. બાળ કલ્યાણ સમિતિ વડોદરા અને બાળ કલ્યાણ સમિતિ મેઘાલય ( વેસ્ટ ગોરો હિલ્સ, તૂરા)ની મંજૂરી થી બાળકને લેવા માટે મેઘાલય થી એસ્કોર્ટ ની વ્યવસ્થા કરેલ જેમાં મેઘાલય ટીમ વડોદરા ગુજરાત સુધી આવેલ અને પરત બાળકને એસ્કોર્ટ સાથે વિમાન મારફતે બાળ કલ્યાણ સમિતિ ની મંજૂરથી મેઘાલય પરત પોતાના વતન માં લઇ ગયેલ.
આ સમગ્ર પ્રકિયામાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહેશ પટેલ અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલ. બાળકની પુન:સ્થાપનની કામગીરી દરમ્યાન સમિતીના ચેરમેન શંકરલાલ ત્રિવેદી ,સભ્યો ભારતીબેન બારોટ, મણિલાલ વાછાણી, ઘનશ્યામભાઈ સોલંકી, તથા શિલેષસિંહ પરમાર હાજર રહેલ અને કામગીરીમાં મદદરૂપ થયેલ.
બાળક ના શ્રેષ્ઠ હિતને ધ્યાને રાખીને બે રાજ્ય વચ્ચે યોગ્ય અને અદભુત સંકલન કરવામાં આવેલ જે આવનાર દિવસો માં બાળકો માટે થનાર કોઈપણ કમગીરી માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
