<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

આમલેથા પોલીસનો સપાટો : બોરીદ્રા ગામે નાકાબંધી કરી ઈકો ગાડીમાંથી રૂ.૪.૨૪ લાખનો અંગ્રેજી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજપીપળા આરબ ટેકરા કોડીવાડનો યુવાન ઈકો ગાડીમાં દારૂ ભરી લાવાતા ઝડપાઈ ગયો તેમજ અન્ય બે યુવાન મળી ત્રણ વિરુદ્ધ ગુનો દાખલ

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામ પાસેથી આમલેથા પોલીસે ઈકો ગાડીમાં લઈ જવાતાં અંગ્રેજી દારૂ અને મુદામાલ સાથે એક યુવાનને ઝડપી ગુનો દાખલ કર્યો છે

   મળતી માહિતી અનુસાર આર.એમ.ઝાલા પીએસઆઈ આમલેથા પોલીસ સ્ટેશન અને તેમની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે પોલીસે બોરીદ્રા ગામ પાસે નાકાબંધી કરી અને બાતમી વાળી ઈકો ગાડી નંબર GJ-22-U-3885 ને અટકાવી તપાસ કરતા ગાડીમાંથી અંગ્રેજી દારૂ અને બિયર ના ટીન મળી કુલ રૂપિયા ૨.૧૯.૮૪૦ તેમજ ઈકો ગાડી કિંમત રૂપિયા ૨.૦૦, ૦૦૦ તથા બે એન્ડ્રોઇડ ફોન કિંમત રૂ. ૫૦૦૦ મળી કુલ રૂપિયા ૪.૨૪.૮૪૦ ના મુદામાલ સાથે વિકેશભાઈ સુકાભાઇ તડવી(રહે.કોડીવાળ, આરબ ટેકરા, રાજપીપલા) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે રજની તડવી (રહે.સડક ફળીયુ, રાજપીપળા )તથા આકાશભાઈ વસાવા (રહે. સિંધીવાડ, રાજપીપલા )નહીં મળી આવતા બંને ને વોન્ટેડ જાહેર કરી આ ત્રણેય વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.


 

(12:38 AM IST)