<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

હોમીયો કેમીસ્‍ટ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા સમગ્ર રાજયના વેપારીઓ માટે વાર્ષિક કન્‍વેન્‍શન પ્રોગ્રામ

‘હોમીયોપેથીને જાણતા થાવ': કાલે સુરત ખાતે : * દોઢસોથી પણ વધુ પ્રતિષ્‍ઠિત હોમીયોપેથી દવાઓના ડીલરો, રીટેલરો, હોલસેલરો, ઉત્‍પાદકો મિટીંગમાં ઉપસ્‍થિત રહેશે * ગુજરાતના ગ્રામ્‍ય વિસ્‍તારો સહિત છેવાડાના લોકો સુધી હોમીયોપેથી દવાઓનો સચોટ પ્રચાર-પ્રસાર કરવાની નેમ અકિલા સમક્ષ વ્‍યકત કરતા નવનીતભાઇ ત્રિવેદી

રાજકોટ તા. ૭ :.. શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ વૈશ્વિકરણ અને સતત દોડધામવાળી જીંદગીની સાથે સાથે લોકોની જીવન-શૈલીમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. વિવિધ પરિબળોને કારણે લોકોમાં બિમારીઓનું પ્રમાણ પણ વધતું જોવા મળે છે. બિમારીઓની સારવાર માટે અલગ-અલગ દવાઓ પણ ઉપલબ્‍ધ બની છે કે જે સામાન્‍યથી માંડીને ગંભીર પ્રકારની બિમારીમાં અસરકારક બની શકે છે. હોમીયોપેથીક દવાઓનો ઉપયોગ પણ લોકો અને ડોકટરો કરી રહ્યા છે.

‘હોમીયોપેથીને જાણતાં થાવ', થીમ સાથે આવતીકાલે તા. ૮ જુન ર૦રપ ના રોજ હોમીયો કેમીસ્‍ટ ચેરીટેબલ ટ્રસ્‍ટ, અમદાવાદ (www.phcct.in) દ્વારા સમગ્ર રાજયના હોમીયોપેથીક દવાઓના વેપારીઓ માટે યુફોરીયા, ધ ફાઇન ડાઇન, પલ, સુરત ખાતે નવમો વાર્ષિક કન્‍વેન્‍શન પ્રોગ્રામ રાખવામાં આવ્‍યો છે. આ બેઠકમાં સમગ્ર રાજયમાંથી દોઢસો જેટલા હોમિયોપેથીક દવાઓના ડીલરો, રીટલરો, હોલસેલરો, ઉત્‍પાદકો હાજર રહેશે અને હોમિયોપેથી વર્લ્‍ડ (દવાઓ)ના વિકાસ, અસરકારકતા સંદર્ભે જાગૃતતા અને જાણકારી કેળવશે. મેન્‍યુફેકચરીંગ તથા સારી હોમીયોપેથી પ્રોડકટસ વિશે પણ ઉપયોગી માહિતી આપવામાં આવનાર હોવાનું યાદીમાં જણાવાયું છે.

હોમીયો કેમીસ્‍ટ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શ્રી નવનીતભાઇ ત્રિવેદીએ ગુજરાતના ગ્રામ્‍ય વિસ્‍તારો સહિત છેવાડાના લોકો સુધી હોમીયોપેથી દવાઓનો સચોટ પ્રચાર-પ્રસાર કરવાની નેમ અકિલા સમક્ષ વ્‍યકત કરી હતી. તેઓએ સરકારની જાગૃતતા અને સહયોગને પણ આવકાર્યા હતાં. હોમીયોપેથી દવાઓ સંદર્ભે લોકજાગૃતિના સતત પ્રયત્‍ન થઇ રહ્યા છે. ટ્રસ્‍ટ છેલ્લા દશેક વર્ષોથી કાર્યરત છે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હોમીયો કેમીસ્‍ટ ચેરીટેબલ ટ્રસ્‍ટ, શુભમ હોમીયોપેથી, બી-ર૦, ગોલ્‍ડ કોઇન-બી કોમ્‍પ્‍લેક્ષ, જોધપુર ક્રોસ રોડ, સેટેલાઇટ અમદાવાદના પ્રમુખશ્રી નવનીતભાઇ ત્રિવેદી (મો. ૯૮રપ૩ પ૮૭૧૧-અમદાવાદ), ઉપપ્રમુખશ્રી વિરલભાઇ શાહ (મો. ૯૩૭૬૯ પ૬૮૧૬-સુરત), સહઉપપ્રમુખશ્રી જીજ્ઞેશભાઇ પટેલ (મો. ૯૮રપપ ૧૧૬૩૦-વડોદરા), મંત્રીશ્રી ડો. કમલેશભાઇ મર્ચન્‍ટ (મો. ૯૮રપ૮ પ૪૮૯૦-આણંદ), સહમંત્રીશ્રી ડો. રિકકીનભાઇ પ્રજાપતી (મો. ૯૯૭૯૩ ર૮ર૬૮-આણંદ), ખજાનચીશ્રી ડો. હેતલભાઇ પટેલ (મો. ૯૮ર૪પ ૩૮૧૦પ-અમદાવાદ), ડો. હેતલ, શ્રી કમલેશ મીરાણી,  ડો. કમલેશ, શ્રી મુકેશ પટેલ, શ્રી અશ્વિન પટેલ, શ્રી આશિષ ડોલી, શ્રી દિપેશ જૈન સહિતના હોદ્‌્‌ેદારો-સભ્‍યો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

(1:40 PM IST)