તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
પ્રાથમિક શાળાઓમાં વ્યવસ્થાપન સમિતિ રચાશે : શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાંતોને સ્થાન
વાલીસભાના માધ્યમથી સ્થાનિક લોકોની સક્રીયતા પર ભાર મુકતા કુબેરભાઇ ડીંડોર જિલ્લા શિક્ષણાધિકારીઓ સાથે શિક્ષણ મંત્રીનો વિડીયો સંવાદ

ગાંધીનગર, તા., ૭ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં શિક્ષણ ક્ષેત્રે સ્થાનિક સમુદાયની સક્રીયતા અને સહભાગિતા વધારવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કરવામાં આવેલ. ત્યારબાદ આવેલ અભિયોને ધ્યાને લેતાં આગામી સત્રમાં શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના બાબતે મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, BRC, CRC સાથે શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે વિડિયો સંવાદ કર્યો હતો.
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં RTE એક્ટ મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ(SMC)ની રચના કરવામાં આવે છે. જેની દર બે વર્ષે પુનઃરચના કરવાની હોય છે. વર્ષ ૨૦૨૫નો શાળા પ્રવેશોત્સવ શરૂ તે પહેલા SMC ની રચના કરી લેવા માટે શિક્ષણમંત્રીશ્રીએ જણાવ્યું હતું. સમિતિમાં સક્રિય અને રસ ધરાવતા જ સભ્યોનો સમાવેશ થાય તે ધ્યાન રાખવામાં આવે તેમ જણાવ્યુ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં પણ સ્થાનિક સમુદાયની સક્રીયતા અને સહભાગિતા દ્વારા શિક્ષણની ગુણવત્તા સુધારવામાં પર ભાર મુકવામાં આવેલ છે.
સમગ્ર શિક્ષા તરફથી SMC ની પુનઃ રચના સમયે શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોરે મહત્વના મુદ્દાઓ સુચવ્યા છે. જેમાં સમિતિની રચના કરતા પહેલાં ગામના નાગરિકોને જાણ કરીને ફરજીયાત વાલી સભાઓ યોજાવી જોઈએ, વાલી સભામાં શાળામાં ભણતા બાળકોના વાલીઓ ખાસ હાજર રહે તેની તકેદારી રાખવી, વાલી સભામાં શાળા વ્યવસ્થાપન સમિતિનુ મહત્વ, તેના કાર્યો અને ફરજો વગેરે જેવી બાબતની સમજણ આપવી, વાલીઓની સર્વ સંમતિથી શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યોની પસંદગી કરવી જોઈએ.
ઉપરાંત સમિતિમાં શિક્ષણવિદ તરીકે વયનિવળત આચાર્ય, શિક્ષક, અધિકારી અથવા શિક્ષણમાં રસ ધરાવતા વ્યક્તિને લેવામાં આવે. તમામ CRC, BRC, DEO, DPEO, વર્ગ-૨ ના અધિકારીઓ, શાળા વ્યવસ્થાપન સમિતિની પુનઃરચના માટે યોજાતી વાલી સભાઓમાં ભાગ લે તેની પણ તકેદારી રાખવા મંત્રીએ જણાવ્યું હતું.
આ સંવાદમાં સમગ્ર શિક્ષાના સ્ટેટ -પ્રોજેકટ ડાયેરેકટર શ્રી રણજીતકુમાર, -પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી એમ આઇ જોષી અને શિક્ષણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, ગ્ય્ઘ્ અને ઘ્ય્ઘ્ ના સભ્યો જોડાયા હતા.
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
