તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
ભરુચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં ફરી આગ લાગી :સ્ટાર લાઈટ કંપનીમાં ભીષણ આગ ભભુકતા દોડધામ
સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયું:આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા

અમદાવાદ :રાજ્યમાં અવારનવાર આગની ઘટના બનતી હોય છે. ત્યારે ભરુચના અંકલેશ્વરની પાનોલી GIDCમાં ફરી આગ લાગવાની ઘટના બની છે. સ્ટાર લાઈટ કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ જોવા મળી છે. આગે વિકરાળ સ્વરુપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. સમગ્ર પ્લાન્ટ આગની ઝપેટમાં આવી જતા ભારે નુકસાન થયું છે. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
