<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

ગુજરાતમાં ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડશે

વેધરએનાલીસ્‍ટ અશોકભાઇ પટેલની તા.૭ થી ૧૪ જૂન સુધીની આગાહી ૧૪મી સુધી સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં ચોમાસુ એન્‍ટ્રી કરે તેવી શકયતા ઓછીઃ છુટાછવાયા વરસાદની સંભાવના

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ-ગુજરાતમાં આવતા અઠવાડીયે પણ ચોમાસુ પ્રવેશ કરવાની કોઇ સંભાવના નથી. કયાંક-કયાંક છુટાછવાયા વરસાદની સંભાવના છે. તેમ વેધરએનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે ચોમાસાની પશ્‍ચિમી પાંખ મધ્‍ય અરબી સમુદ્ર પર સ્‍થગીત છે. હાલમાં  ગુજરાતના અનેક વિસ્‍તારોમાં મહત્તમ તાપમાન હાલમાં નોર્મલ અથવા નોર્મલ થી  ૧ડીગ્રી વધુ જોવા મળે છે.

૬મી જૂને રાજકોટ ૪૧.૦ ડીગ્રી (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચું), અમરેલી        ૪૦.૩ ડીગ્રી, લગભગ સામાન્‍ય ડીગ્રી, ડીસા   ૪૦.૪ ડીગ્રી સામાન્‍ય, ડીગ્રી, અમદાવાદ      ૪૦ .૬ ડીગ્રી લગભગ સામાન્‍ય, ભુજ  ૩૯.૬ ડીગ્રી (નોર્મલથી ૧ ડીગ્રી ઉંચું),  હાલમાં ઘણા સ્‍થળોએ સામાન્‍ય મહત્તમ નોર્મલ તાપમાન ૪૦ ડીગ્રી થી ૪૧ડીગ્રી છે, જ્‍યારે ભુજ માટે તે ૩૯ડીગ્રી છે.

ચોમાસાની પヘમિી પાંખ છેલ્લા ૧૨ દિવસથી (૨૬મી મે થી) સ્‍થગિત છે. પૂર્વ પાંખ ૯ દિવસથી (૨૯મી મે થી) સ્‍થગિત છે. ગુજરાતમાં હાલના દરિયાઈ સપાટી દબાણ (MSLP) ૧૦૦૬ થી ૧૦૦૮ મિલીબાર વચ્‍ચે છે.૨૦૦ hPa સ્‍તરે પવનની દિશા (લગભગ ૧૧.૮ કિ.મી. ઊંચાઈએ): જ્‍યાં ચોમાસું પ્રવેશી ગયું છે ત્‍યાં પવન પૂર્વી દિશાનો છે. ઉત્તર ભારતમાં પヘમિી પવન જોવા મળે છે. ગુજરાતમાં પવનની દિશા અસ્‍થિર, કોઈ નિヘતિ દિશામાં નથી.

ચોમાસાની ઉત્તરી સીમા (Northern Limit of Monsoon – NLM) નીચેના સ્‍થાનોથી પસાર થાય છે ૧૭.૦N /૫૫°E ૧૭.૫N/૬૦°E  ૧૮.૦N/૬૫°E ૧૮.૫N/૭૦°E મુંબઈ, અહિલ્‍યાનગર, આદિલાબાદ , ભવનપાટણા ,પુરી , સેન્‍ડહેડ આઇલેન્‍ડ ૨૩.૫°N/૮૯.૫°E  બાલુરઘાટ  ૩૦.૦°N/૮૫.૦°E ઉત્તર પヘમિ રાજસ્‍થાન અને આજુબાજુના વિસ્‍તારો ઉપર લગભગ ૦.૯ કિમી ઊંચાઈએ એક UAC યથાવત્‌ છે. બીજું ઉત્તર પヘમિ ઉત્તર પ્રદેશ પર પણ UAC યથાવત્‌ છે. એક અલગ UAC ઉત્તરપૂર્વ મધ્‍ય પ્રદેશ પર છે, જે ૧.૫ કિમી સુધી વિસ્‍તરે છે. એક ટ્રફ લાઇન પૂર્વ વિદર્ભથી ઉત્તર આંતરિક કર્ણાટક સુધી ૧.૫ કિમી ઊંચાઈએ જોવા મળે છે. એક પヘમિી વિક્ષેપ (Western Disturbance) મીડ લેવલ એક્ષિસ તરીકે ૫.૮ કિમી ઊંચાઈએ યથાવત્‌ છે, જે લંબાઈ ૫૯જીચ્‍ અને અક્ષાંશ ૨૭°Nથી ઉત્તરે ચાલે છે.

ગુજરાતમાં MSLP આગળના દિવસોમાં ૧૦૦૦ થી ૧૦૦2 mb સુધી ઘટી શકે છે. ૧૩મી જૂનની સવારે, અક્ષાંશ ૧૪°N થી ૧૫°N વચ્‍ચે પેનિન્‍સુલર ભારતમાં એક બહોળું સકર્યુલેશન સર્જાવાની શકયતા છે.

વેધર એનાલીસ્‍ટ શ્રી અશોકભાઇ પટેલે તા.૭થી ૧૪જૂન સુધીની આગાહી કરતાં જણાવેલ કે   ગુજરાત, સૌરાષ્‍ટ્ર અને કચ્‍છ માં પવન મુખ્‍યત્‍વે પヘમિી દિશાનો રહેશે. હાલના પવનની ઝડપઃ ૧૨-૨૫ કિમી/કલાક (ઝપાટાઃ ૨૫-૩૫ કિમી/કલાક) ૧૨થી ૧૪મી જૂન દરમિયાનઃ પવનની ઝડપ ૨૦-૩૦ કિમી/કલાક, ઝાટકાના પવન ૩૦-૪૦ કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

આકાશની સ્‍થિતિઃ સામાન્‍ય રીતે આંશિક વાદળછાયું, વચ્‍ચે વચ્‍ચે વાદળોમાં વધારો થશે.

તાપમાનઃ મહત્તમ તાપમાન વાદળો અને પૂર્વ ચોમાસાની પ્રવળત્તિને અનુરૂપ સામાન્‍ય કરતા ઉપર કે નીચે રહી શકે છે.

મધ્‍ય જૂન પહેલાં સૌરાષ્‍ટ્ર, કચ્‍છ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શકયતા ઓછી છે. ૧૪મી જૂન સુધી સૌરાષ્‍ટ્ર ગુજરાત અને કચ્‍છ માં કયાંક કયાંક છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

(3:39 PM IST)