News of Saturday, 7th June 2025
સુરતના માંગરોળની કંપનીમાં ટાંકીની સફાઈ દરમિયાન ગેસ ગળતરમાં 2 શ્રમિકના મોત
માંગરોળમાં નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટના

સુરતમાં આવેલા માંગરોળના નાના બોરસામાં ગેસ ગળતરમાં 2 શ્રમિકના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. માંગરોળની કંપનીમાં ટાંકી સાફ કરવા ઉતર્યા ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે કોસંબા પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સમગ્ર મામલે પોલીસે જણાવ્યું હતું કે, અંકલેશ્વરની હોસ્પિટલમાંથી અમને 2 શ્રમિકના મોત થયા હોવાની જાણ થઈ હતી. જેમાં UP અને બિહારના 2 શ્રમિકનું જેરી દવાની અસરથી મોત થયાનું સામે આવ્યું હતું. સમગ્ર ઘટનાને પગલે 2 મંગલમુર્તિ બાયોટેક કંપનીની સ્થળ તપાસ કરવામાં આવી રહી છે.
સુરતના માંગરોળમાં નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી દરમિયાન ગેસ ગળતરની ઘટના પ્રકાશમાં આવી હતી. ગેસ ગળતરની ઘટનામાં રાજન શર્મા અને રાજન સિંગ નામના 2 શ્રમિકને ઝેરી ગેસની અસર થતા તાત્કાલિક અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. શ્રમિકોને વધુ સારવાર મળે તે પહેલા જ બંનેના મોત થયા હતા. બંને મૃતક કામદારો છેલ્લા 2 વર્ષથી આ કંપનીમાં કામ કરતાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. ગેસ ગળતરની ઘટનાને પગલે કોસંબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
