News of Saturday, 7th June 2025
સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી :અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્તા ખેડૂતો ખૂશ
બોટાદ શહેર સહિતના આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ: રાજકોટમાં ભારે પવન સાથે મેઘરાજાએ ભૂક્કા કાઢી નાખ્યા: ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્તા ખેડૂતોમાં હરખની હેલી :જૂનાગઢના વિસાવદર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો.

અમદાવાદ :હવામાન વિભાગની આગાહીને પગલે ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદના એંધાણ વર્તાઇ રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્તા ખેડૂતો ખૂશખુશાલ જોવા મળી રહ્યા છે.
બોટાદ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ શહેર સહિતના આસપાસના ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. બોટાદ શહેરના ભાવનગર રોડ,પાળીયાદ રોડ,ટાવર રોડ,હવેલી ચોક, સહિત અન્ય વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. ભારે બફારા અને ગરમી વચ્ચે વરસાદ શરૂ થતા લોકોને મળશે રાહત
ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રથી લઈ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવે હવામાન વિભાગે ફરી એકવાર સાત દિવસ સુધી ગુજરાતમાં મોટાપ્રમાણમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની આગાહી કરી છે. જેમાં દ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદના એંધાણ છે. રાજકોટમાં જાણે ચોમાસું જામ્યું હોય તેમ ભારે પવન સાથે મેઘરાજાએ ભૂક્કા કાઢી નાખ્યા... રાજકોટમાં ક્યાંક ભયાનક ગાજવીજ સાથે પણ વરસાદ વરસ્યો હતો. કાળઝાળ ગરમી બાદ સાંજ પડતા સતત વરસાદી માહોલ જામતા રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. રાજકોટના કાલાવડ રોડ, રેસકોર્ષ, જામનગર રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. અસહ્ય ગરમીથી પરેશાન લોકોને વરસાદને કારણે રાહતનો શ્વાસ લીધો હતો.
અમરેલીના ખાંભામાં ધોધમાર વરસાદ વરસ્તા ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. ખાંભામાં સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું, બપોર બાદ અચાનક અનરાધાર વરસાદ વરસ્તા કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. ખાંભા તાલુકાના ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં ખાંભા ગીરના ભાડ, નાના વિસાવદર, ઉમરીયા, નાનુડી સહિત ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. નાના વિસાવદર અને ભાડ ગામની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા છે. ખાંભા ગીરના ગામડાઓમાં સારો વરસાદ થતા જગતનો તાત ખુશ ખુશાલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને વાવણી લાયક વરસાદ વરસ્તા હવે ખેડૂતો હાશકારો અનુભવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના વાતવારણાં પલટો આવ્યો છે. જૂનાગઢના વિસાવદર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો. વિસાવદરના રવની કુબા,વેકરિયા ગામમાં વરસાદ પડ્યો છે. રસ્તાઓ પર પાણી વહેતા થયા છે.
રાજ્યના અનેક જિલ્લામાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. 7 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવા વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક જિલ્લામાં પણ વરસાદના એંધાણ છે. સત્તાવાર ચોમાસાના આગમન માટે હજુ રાહ જોવી પડી શકે છે. ગત વર્ષની જેમ આ વખતે પણ ચોમાસું મુંબઈમાં અટવાયું છે.
(9:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
