News of Saturday, 7th June 2025
નર્મદા વન વિભાગનો નવતર અભિગમ :દીપડાથી બચવા 100 જેટલા ગામોમાં ફિલ્મ બતાવી લોકોને સતર્ક કરવા પ્રયાસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:સાગબારા તાલુકાના કોલવણ અને બેડાપાણી ગામોંમાં માનવભક્ષી દીપડાના હુમલા બાદ વન વિભાગ એક્શનમાં આવી ગયું છે અને કેવડિયા જંગલ સફારી અને માહિ વાઈલ્ડ લાઈફ ટીમો સહીત વન વિભાગના કર્મીઓ સતત મહેનત કરી રહ્યા છે અને દીપડા પર નજર રાખી રહ્યા છે. .હજુ દીપડો પકડવામાં વન વિભાગની ટીમને સફળતા મળી નથી.
વનવિભાગ દ્વારા એક બાજુ દીપડાને પકડવાના પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે બીજી બાજુ સાગબારાના 100 જેટલા ગામો કે જે જંગલ વિસ્તારોમાં આવેલા છે જે ગામોમાં ખેતરોમાં છુટા છવાયા ઘરો છે. કેટલીક જગ્યાએ શેરડીના ખેતરમાં ઘરો છે. આવા વિસ્તારોમાં મોટા LED પડદાનો ઉપયોગ કરીને દીપડાથી બચવા અને સાવચેત રહેવાની કેટલીક બાબતો નોંધી સતર્કતા રાખવા ફિલ્મ વિડિઓ બતાવવામાં આવી રહી છે. લોકોને જગૃત કરવામાં આવી રહ્યાં છે.
સાગબારામાં ગામે ગામ વિડિઓ બતાવી સતર્કતા રાખવા વનવિભાગ સૂચના આપી રહ્યું છે કે રાતના સમયે બાળકો ને સાચવો, સાંજના 4 થી 6 દરમ્યાન બહાર રહેશો નહિ, ઘરમાં રહો, રાત્રીના બહાર સૂવું નહિ, અને કોઈએ બહાર નીકળવુ નહિ, જો નીકળે તો હાથમાં લાકડી કે બેટરી રાખવી કામ પતાવી ઝડપથી ફરી ઘરમાં આવી જવું, પશુઓને ઘરમાં બાંધવા, મરઘાં પણ ઘરમાં રાખવા, શેરડીના ખેતરો નજીકના ઘરો વાળાએ પણ પશુ પક્ષી ગામમાં રાખવા કે જેથી પિંજરાનું મારણ છોડી ઘરના મરઘાં ના ખાઈ જાય, આમ વન વિભાગે બધી બાજુથી દીપડાના હુમલાને અટકાવવા પ્રયાસો હાથ ધાર્યા છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
