તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 7th June 2025
એકતાનગરની રમાડા અને કમ્ફર્ટ હોટલના એકાઉન્ટન્ટ એ રૂ.51.34 લાખની ઉચાપત કરતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એકતાનગર ખાતે આવેલી રમાડા અને કન્ફર્ટ હોટલના એકાઉન્ટન્ટ એ લાખની રૂપિયાની ઉચાપત કરતા ફરિયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર હોટલના મેનેજર મનોજકુમાર ભુસન મહારાજ (રહે-ન્યુ બીલ્ડીંગ જી-બ્લોક રૂમ-નંબર-૭૦૪ એકતાનગર કોલોની તા.ગરૂડેશ્વર )નાઓએ આપેલી ફરિયાદ મુજબ રવિકરન શિવશંકર તિવારી નાઓ એકતાનગર ખાતે આવેલ રમાડા અને કમ્ફર્ટ (સંકલ્પ) હોટેલમાં એકાઉન્ટ તરીકે નોકરી કરતો હતો તે દરમ્યાન હોટેલના આવકના રૂપિયા-૨,૧૭,૭૨,૦૩૪ એકઠા થયેલ જે પોતે સહીઓ કરી સ્વીકારેલ અને રમાડા હોટેલના રૂપિયા-૪૬,૭૪,૩૯૧ તથા કન્ફર્ટ હોટેલના રૂપિયા-૪,૬૦,૦૦૦ મળી કુલ રૂપિયા-૫૧,૩૪,૩૯૧ ની માતબર રકમ રમાડા હોટલના બેંકના એકાઉન્ટમાં જમા નહી કરાવી પોતાના ઉપયોગમાં લઇ ઉંચાપત કરી વિશ્વાસઘાત કરી નોકરી છોડી જતા રહી ગુનો એકતાનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
