<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

વિસાવદર અને ભેંસાણનાં વિકાસ માટે ભાજપના ઉમેદવારને જીતાડવો પડશે: કેટલાય લોકો લોભ, લાલચ અને ધમકી આપશે, ભ્રમ ફેલાવવા પ્રયાસ કરશે.: સી.આર.પાટીલ

વિસાવદર વિધાનસભાના સુરતમાં વસતા મતદારોનો ભાજપ પ્રમુખ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોગીચોકમાં યોજાયો: સમારોહમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા, ભાજપ નેતા રત્નાકરજી સહિત ધારાસભ્યો ઉપસ્થિત : ઉમેદવાર કિરીટ પટેલ તેમજ ભાજપ નેતા જયેશ રાદડિયા પણ જોડાયા

વિસાવદર પેટા ચૂંટણીને લઇ ભાજપનો પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે વિસાવદર વિધાનસભાના સુરતમાં વસતા મતદારોનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોગીચોકમાં યોજાયો હતો.  સ્નેહમિલન સમારોહનું આયોજન ગુજરાત ભાજપ પ્રમુખ અધ્યક્ષ સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો.  સ્નેહમિલન સમારોહમાં રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ પાનસુરીયા, ભાજપ નેતા રત્નાકરજી સહિત ધારાસભ્યો જોડાયા હતા. આ ઉપરાંત  વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટ પટેલ તેમજ ભાજપ નેતા જયેશ રાદડિયા પણ જોડાયા હતા.

વિસાવદર વિધાનસભાના સુરતમાં વસતા મતદારોનો સ્નેહમિલન સમારોહ કાર્યક્રમ યોગીચોકમાં યોજાયો છે.  સ્નેહમિલન સમારોહ કાર્યક્રમમાં C.R પાટીલે કહ્યું હતું કે, વિસાવદર અને ભેસાણની પેટાચૂંટણી માટે સુરતમાં કાર્યક્રમ યોજાયો છે.વિસાવદર સિટ ભાજપના ખોળામાં નાખવાની છે. 2022ના ઇલેક્શનમાં 182માંથી 156 સિટી જીત્યા હતા, આજે વિધાનસભાની 161 સીટ છે તેને 163 કરવાની છે. 

વધુમાં C.R પાટીલે જણાવ્યું હતું કે, 2022માં એક ભાઈ દિલ્હીથી આવ્યા ગુજરાતમાં સરકાર બનાવવાનું લખી ગયા, એમને 182 સીટ પર ઉમેદવાર ઉભા રાખ્યા પણ 136 સીટ પર તેમના ઉમેદવારની ડિપોઝીટ જપ્ત થઈ.લોકસભામાં પણ તેમનું ખાતું ન ખુલ્યું...દિલ્હીની જનતાએ પણ તેમને નકારી દીધા છે. ત્યારબાદ સુરત અને યમુનાનું પાણી પણ વહી ગયું. હું એમનું નામ લેવા પણ તૈયાર નથીઆજે એ અહીંયા આવીને લોકોને ચેલેન્જ કરે છે. ગુજરાતમાં ભાજપના જે વિકાસ કર્યો તેમાં સૌરાષ્ટ્રવાસીઓનો મોટો હાથ છે.વિસાવદરમાં તમે તમારા સગા, સંબંધી, જતા હોય ત્યારે તમે જોયું કે જે ભૂલ થઈ છે 2012થી લઈને 2024 સુધી તેમાં વિકાસ વિસાવદરનો થયો નથી.ત્યાંના ખેડૂત, યુવાનો અને લોકો વિકાસની રાહ જુએ છે. વિસાવદર અને ભેશાણનો વિકાસ કરવો હોય તો ભાજપના ઉમેદવારને જીતાડવો પડશે.કેટલાય લોકો લોભ, લાલચ અને ધમકી આપશે, ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરશે. સુરત એક સામે ખુલ્લી ગટરો વાળું શહેર આજે દેશનું સ્વચ્છ સીટી છે. સુરતનો વિકાસ થયો છે તેમ વિસાવદરનો  વિકાસ થવો જોઈએ.

સી.આર.પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કિરીટી પટેલ એજ્યુકેટેડ ઉમેદવાર છે તેમની સામેનો હર્ષદ રિબડીયા કોંગ્રેસમાં 25000 મતે ચૂંટાયા હતા. ત્યારબાદ તેઓ મારા સંપર્કમાં આવ્યા તેમને મને કહ્યું હું વિરોધની પાર્ટીમાં હું વિસાવદરનો વિકાસ થતો નથી,મારા કારણે વિસાવદર અને ભેસાણનો વિકાસ થતો નથી.ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા ત્યારબાદ તેઓ ઇલેક્શન હારી ગયા પણ પાર્ટી તેમને છોડી નથી તેઓ સતત લોકોને ખેડૂતોને મળતા રહ્યા. આ વખતે તેમનું નામ ઉમેદવાર તરીકે ચર્ચામાં પણ નામ જાહેર ન થતા તેમને મને કોલ કર્યો અને કહ્યું હું માથે ફાળિયું બાંધીને કિરીટભાઈને જીતાડવા નીકળી જઈશ...ભુપતભાઇ ભાજપના મહામંત્રી હતા તેઓ નારાજ થયા અને આપમાંથી તેઓ ચૂંટણી લડ્યા અને જીત્યા

જીત્યા બાદ ભુપતભાઇ પણ મને મળ્યા તેમને મને કહ્યું હું પાર્ટીમાં મહામંત્રી હતો હવે હું જીત્યો છું પણ ભાજપમાં હું રહેવા માંગુ છું તેવું કહીને તેમને 5 વર્ષ ધારાસભ્ય બની મોજ કરવાના બદલે તેમને રાજીનામુ આપ્યું, ભૂપત ભડવીર હતો તેને એક મિનિટમાં રાજીનામુ આપ્યું. ભૂપતભાઈનો મને ફોન આવ્યો કે તમે વિસાવદર આવો તો મારા ઘરે ચા પીવા આવજો, એટલે હું તેમના ઘરે ચા પીવા જઇશ, આજે હું ભાજપના ઉમેદવારના વિજય સરઘસમાં જોડાવા આમંત્રણ આપવા આવ્યો છું.

(11:39 PM IST)