News of Sunday, 8th June 2025
ગુજરાતના અનેક શહેરોમાં લોકોને ગરમીની મળશે રાહત: આગામી 13 જૂન સુધી રહેશે વરસાદી માહોલ
આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાના આગમન પહેલાં જ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આજે 8 જૂનના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
9 જૂનના રોજ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
10 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
11 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
12 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
13 જૂનના રોજ ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
