News of Sunday, 8th June 2025
અમદાવાદમાં અસામાજીક તત્વોનો ફરી આતંક :પૈસાની લેતીદેતીમાં આઠથી વધુ શખ્શો મોબાઈલના વેપારી પર લાકડી વડે તૂટી પડ્યા
ઘોડાસર નજીક પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે હુમલો : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ :બનાવ મામલે વટવા GIDC પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અસામાજિક તત્વોના આતંકનો ફરી એકવાર બનાવ સામે આવ્યો છે. મોબાઈલના એક વેપારી પોતાના મિત્રો સાથે હતા એ સમયે 8થી વધુ અસામાજિક તત્વો આવ્યા હતા અને તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. બનાવની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. બનાવ મામલે વટવા GIDC પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, ઘોડાસર નજીક પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે ગતરોજ રાત્રીના સમયે મોબાઇલના એક વેપારી પોતાના મિત્રો સાથે ઊભા હતા. એ સમયે 8થી વધુ શખ્સો આવ્યા હતા અને પૈસાની લેતી-દેતીમાં વેપારીને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડ્યા પરંતુ આ શખ્સેએ મિત્રોને પણ માર માર્યો હતો.
આસપાસના લોકો વેપારીને બચાવવા માટે આવ્યા હતા પરંતુ શખ્સો વેપારીને માર મારીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. મારામારીની આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. આ અંગે વટવા GIDC પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
