News of Sunday, 8th June 2025
અમદાવાદમાં વટવા GIDC ફેઝ 4માં આવેલી રામદેવ એસ્ટેટમાં કેમિકલ ફેકટરીમાં આગ
સ્થાનિકોમાં ભયનો માહોલ:ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા જ 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી: વેલ્ડિંગ કામ દરમિયાન સ્પાર્કના કારણે આગ લાગી

અમદાવાદમાં વટવા GIDC ફેઝ 4 આગ લાગવાની ઘટના બની હતી. GIDC ફેઝ 4માં આવેલી રામદેવ એસ્ટેટમાં કેમિકલ ફેકટરીમાં આગ લગવાની ઘટના બની હતી. કંપનીમાં આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.આ સાથે જ સ્થાનિકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.
આગ લાગવાની ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા જ 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર વેલ્ડિંગ કામ દરમિયાન સ્પાર્કના કારણે આગ લાગી હતી. જો કે આ દુર્ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી. એક મહિના પહેલા બ્લાસ્ટ થાય બાદ આગ લાગી હતી
(3:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
