News of Sunday, 8th June 2025
અમદાવાદમાં પૈસાની પઠાણી ઉઘરાણીથી કંટાળી 22 વર્ષીય આશાસ્પદ યુવકે જીવન ટૂંકાવ્યું : એક્ટીવા પણ પડાવી લીધું
પિતા દીપેશે તેમનો દિકરો ગુમાવ્યા બાદ ત્રણેય વ્યાજ ખોરો સામે ફરિયાદ નોંધાવી : કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી

અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં રહેતો 22 વર્ષનો રિષભ એક સામાન્ય પરિવારનો લાડકવાયો દિકરો હતો. પોતાની મહેનતથી ભવિષ્ય બાંધવાનો ઉદ્દેશ લઈ એસ.જી. હાઈવે પર એક કોલ સેન્ટરમાં નોકરી શરૂ કરી હતી. બધું સારું ચાલી રહ્યું હતું. જ્યાં સુધી જીંદગીમાં જય પ્રજાપતિ નામના શખ્સનું આગમન ન થયું.
રિષભે કોઈ કામ માટે જય પાસેથી રૂ. 1.80 લાખ ઉધાર લીધા હતા. ત્યાર બાદ રિષભે જયને ટાઈમસર પૈસા પાછા ન ચૂકવવાથી જય પ્રજાપતિ તેની પાસે વરાંવાર પૈસાની માંગણી કરવા લાગ્યો હતો. અનેક વાર ફોન કરીને કે પછી વોટસએપ પર મેસેજ કરનીને રિષભને હેરાન પરેશાન કરતો હતો.
19 મેના દિવસે રિષભના ઘેર ભાવેશ પરમાર અને પ્રધાનસિંહ ચૌહાણ નામના શખ્સો આવ્યા અને તેને ઘરેથી જ એક્ટીવા સ્કૂટર લઇ જવાની માગ કરી. પરિવારના માણસોએ જોયું કે રિષભ સ્કૂટર લઇને બંનેને પાછળ બેસાડી ગયો હતો. ત્યાર બાદ આરોપીઓએ આગળ જઈને તેનું એક્ટિવા પડાવીને તેને ખાલી હાથે પાછો મુક્યો હતો.
રિષભ પાસે વારંવાર ઉઘરાણી કરવા ફોન કરતા જય તેમજ તેના મિત્રોથી કંટાળીને રિષભે આત્મહત્યા કરવાનું મન બનાવી લીધુ હતું. નોકરી પતાવીને ઘરે આવ્યા બાદ રિષભ પોતાના રુમમાં જઈને આત્મહત્યા કરી લીધી હતી.
પિતા દીપેશે તેમનો દિકરો ગુમાવ્યા બાદ ત્રણેય વ્યાજ ખોરો સામે ફરિયાદ નોંધાવી છે. કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમના દાવા મુજબ મોબાઇલમાં મળેલા મેસેજો અને ધમકીઓએ તેમના દિકરાને આત્મહત્યા સુધી ધકેલ્યો હતો.
(6:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
