News of Sunday, 8th June 2025
સુરત DCB પોલીસના જાપ્તામાંથી ફિલ્મી ઢબે એક આરોપી ભાગવા જતા તાપી નદીમાં કૂદયો
કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો: આરોપી પાળા પરથી તાપી નદીમાં કૂદી ગયો અને ત્યારબાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો

સુરત DCB પોલીસના જાપ્તામાંથી એક આરોપી ભાગવા જતા તાપી નદીમાં કૂદયો હોવાની ઘટના સામે આવી છે. રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવે ઉપરથી આરોપી તાપી નદીમાં કૂદયો છે. હાલ ફાયર વિભાગની ટીમ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સુરતમાં હત્યા, લૂંટ, આપઘાત, ચોરીની ઘટના દિવસેને દિવસે વધી રહી છે.ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીને આધારે ઘરફોડ ચોરીના આરોપીને પકડવા ગઈ હતી. આરોપીને જાણ થતા પોલીસની પકડમાંથી બચવા માટે ઘરના પાછળના દરવાજેથી ભાગીને રાંદેર અને સિંગણપોરને જોડતા કોઝવેમાં કૂદયો હતો. સમગ્ર ઘટનાને પગલે ઉચ્ચઅધિકારી અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પોંહચી છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં આરોપી ભાગીને તાપી નદીમાં કૂદી ગયો છે. કોઝવે પરના પાળા પરથી લઈ જતા સમયે આરોપી તકનો લાભ લઈને ભાગી ગયો હતો. આરોપી પાળા પરથી તાપી નદીમાં કૂદી ગયો અને ત્યારબાદ તાપી નદીની વચ્ચે આવેલા ટાપુ પર પહોંચી ગયો હતો. પોલીસ કંટ્રોલમાંથી ઘટના અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ત્યાર બાદ બે ફાયર સ્ટેશનની ગાડીઓ અને ફાયરના જવાનો તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયર વિભાગની એક બોટ અને સ્થાનિક લોકોની બે બોટ દ્વારા આરોપીની શોધખોળ તાપી નદીમાં કરવામાં આવી રહી છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
