<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

કલોલના બિલેશ્વરપુરાની કંપનીમાં આડા સબંધની શંકામાં યુવકની દસ્તાના ઘા ઉપર ઘા મારીને હત્યા

બિલેશ્વર પૂરાની રાજ રત્ન મેટલ કંપનીમાં હત્યારો અને મૃતક બન્ને કંપની કેન્ટિનમાં સાથે કામ કરતા હતા

ગાંધીનગરના કલોલના બિલેશ્વરપુરાની કંપનીમાં આડા સબંધની શંકામાં યુવકની હત્યા કરાઈ છે. પત્નિ સાથે આડા સંબંધ હોવાની શંકા રાખીને પતિએ એક યુવકની દસ્તાના ઘા ઉપર ઘા મારીને હત્યા કરી છે. બિલેશ્વર પૂરાની રાજ રત્ન મેટલ કંપનીમાં હત્યારો અને મૃતક બન્ને કંપની કેન્ટિનમાં સાથે કામ કરતા હતા.

   અગાઉ પણ મેનેજર દ્વારા હત્યારા યુવકની શંકા ના સમાધાન માટે મૃતકનો મોબાઈલ ચેક કરવામાં આવ્યો હતો.  મૃતકના મોબાઈલમાં હત્યારાની પત્નીનો કોઈ નંબર પણ મળી નહોતો આવ્યો કે વાત કરવા અંગેના કોઈ ચેટ કે રોકડિંગ પણ નહોતા મળી આવ્યા. છતાંય યુવકના મનમાં શંકા એ ઘર કરી લીધું હતું. જે બાદ ગઈ કાલે લોખંડના દસ્તાના માથામાં ઘા કરી હત્યા કરી નાખી. સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ગુનો નોધી હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે

(7:35 PM IST)