News of Sunday, 8th June 2025
અમદાવાદમાં મહિલા બાઉન્સર મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપાઈ : ક્રાઈમ બ્રાન્ચે ₹૧.૦૨ લાખનો જથ્થો કબજે કર્યો : રિક્ષા ડ્રાઈવર પણ સકંજામાં
પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શન હેઠળ, ડીસીપી ક્રાઈમ અજીત રાજિયાણના નેતૃત્વમાં પીઆઈ દીપક ઢોલ અને સ્ટાફને મોટી સફળતા : મુંબઈથી ડ્રગ્સ સપ્લાય થયાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું

અમદાવાદ : અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં નશીલા પદાર્થોના દૂષણને ડામવા વધુ એક મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચે એક મહિલા બાઉન્સર પાસેથી મેફેડ્રોન (MD) મિશ્રિત ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે, સાથે જ એક રિક્ષા ડ્રાઈવર પણ સકંજામાં લેવાયો છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ડ્રગ્સનો જથ્થો મુંબઈથી લાવવામાં આવ્યો હતો. મહિલા બાઉન્સરે તનવીર નામના શખ્સ પાસેથી, અને તનવીરે રમીઝાન નામના શખ્સ પાસેથી ૩૪ ગ્રામ અને ૧૮૦ મિલિગ્રામ મેફેડ્રોન મેળવ્યાનું ખૂલ્યું છે. જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત ₹૧.૦૨ લાખ જેટલી આંકવામાં આવી રહી છે.
આ સફળ કાર્યવાહી પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક અને ક્રાઈમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ ના માર્ગદર્શન હેઠળ, ડીસીપી ક્રાઈમ અજીત રાજિયાણ ના નેતૃત્વમાં, પીઆઈ દીપક ઢોલ અને તેમના સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી હતી, જે તેમની નશીલા પદાર્થો વિરુદ્ધની લડતમાં વધુ એક મોટી સિદ્ધિ દર્શાવે છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ડ્રગ્સ રેકેટના મૂળ સુધી પહોંચવા પ્રયાસો ચાલુ છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
