News of Sunday, 8th June 2025
ડેડીયાપાડામા મર્ડરના ગુનામાં પિતાના ખુનના ભેદને ગણતરીના કલાકોમા ઉકેલી પુત્રને પકડી પાડતી નર્મદા પોલીસ

( ભરત શાહ દ્વારા ) નર્મદા:પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક નર્મદાનાઓએ ડેડીયાપાડા શારદાદેવી સ્કુલની પાછળ ખેતરમાં આવેલ ઝુપડી પાસે કોઇ અજાણ્યા ઇસમે મરનાર લક્ષ્મણભાઇ રતનભાઇ તડવીને કોઇ તીક્ષ્ણ ધારધાર હથીયાર વડે કપાળના ભાગે તથા મોઢાના ભાગે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવતા આ બાબતે ડેડીયાપાડા પો.સ્ટે. ગુનો નોંધાયેલ આ ગુનો અનડીટેક્ટ રહેલ હોય જે ગુનાને ડીટેક્ટ કરી આરોપી શોધી કાઢી પરીણામલક્ષી કામગીરી કરવા સારૂ જરૂરી સુચના આપેલ. જે ગુનાના આરોપીને પકડી પાડવા સારૂ પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક, નર્મદા, તથા લોકેશ યાદવ, મદદનીશ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ આર.જી. ચૌધરી, પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.નર્મદા તથા વાય.એસ. શીરસાઠ, પોલીસ ઇન્સ્પેક્ટર, એસ.ઓ.જી. નર્મદા, તથા પી.જે.પંડયા, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન, તથા ડી.આર.રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, એલ.સી.બી. નર્મદાનાઓએ તાબાના પોલીસ માણસોને આરોપી પકડી પાડવા જરૂરી સુચનાઓ તેમજ માર્ગદર્શન આપેલ અને પોલીસ માણસોની સાથે રહી આરોપી શોધી કાઢી ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરતા મોબાઈલ લોકેશનના આધારે તેમજ હ્યુમન સોર્સીસ આધારે સઘન પુછપરછ કરવામાં આવેલ જે બાદ એફ.એસ.એલ., તેમજ ડોગસ્કોડની મદદ લઈ ગુનો ડીટેક્ટ કરવાની તજવીજ હાથ ધરેલ ત્યારે શંકાસ્પદ ઇસમ પૈકી કંચનભાઇ લક્ષ્મણભાઇ તડવી (રહે.બંગ્લા ફળીયુ, ડેડીયાપાડા જિલ્લો-નર્મદા) નાઓ મરનારના સગા પુત્ર થતા હોય જેઓની કડક પુછપરછ કરવામાં આવતા પોતે મરનાર પોતાના પિતાને જમીન બાબતની અદાવત રાખી કુહાડી વડે જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવેલ હોવાની કબુલાત કરતા આ આરોપીને ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
