<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

રાજપીપળા આરબ ટેકરા પાસે પાણીનો વાલ બગડતા અનેક વિસ્તારોમાં ગરમીમાં પાણી માટે વલખા

15 દિવસથી વાલની તકલીફ હતી છતાં તંત્રએ ધ્યાન નહીં આપતા વાલ સદંતર બગડી જતા પાણીની સમસ્યા થઈ: ફિલ્ટર પાણીની અધૂરી કામગીરી વહેલીતકે પૂરી કરી લોકોને નવી લાઇનો મારફતે ફિલ્ટર પાણી અપાઈ તેવી માંગ

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા શહેરના દરબાર રોડ માલીવાડ પારેખ ખડકી સહિતના વિસ્તારોમાં ઘણા દિવસોથી પીવાના પાણીની તકલીફ ઉભી થઈ છે હાલ આકરી ગરમીમાં પાણી નહીં મળતા લોકો વગર પાણી એ હેરાન થઈ રહ્યા છે.

    જાણવા મળ્યા મુજબ આ આરબ ટેકરા પાસેનો વાલમાં લગભગ 15 દિવસથી તકલીફ આવી હતી પરંતુ કોઈએ ધ્યાન નહીં આપતા આખરે આ વાલ સદંતર બગડી જતા હવે આ વિસ્તારના લોકો આકરી ગરમીમાં પાણી વિના તળવળી રહ્યા છે. વારંવાર અનેક વિસ્તારોમાં વાલની તકલીફ આવે તો તંત્ર દ્વારા બે ત્રણ દિવસ મરામતમાં લાગી જતા હોય છે અને હાલમાં પણ આરબ ટેકરાનો વાલ બગડતા ત્રણ ચાર દિવસ નીકળી જાય તેમ હોય કદાચ આવતીકાલે સોમવારે સાંજ સુધી વાલ રીપેર થાય તો લોકોને પાણી મળે તેમ છે.
રાજપીપળાની જૂની જેલ પાસે પણ પીણાની લાઇન બગડતા ત્યાં મુખ્ય માર્ગ પર ખોદકામ કર્યું છે જોકે રજવાડા વખતની આ લાઈનો વારંવાર લીકેજ થવાથી ખોદકામ કરવાની નોબત આવે છે ત્યારે ફિલ્ટર પાણીની લાઈનોની અધૂરી કામગીરી પૂર્ણ કરી શહેરમાં નવી લાઇનો મારફતે ફિલ્ટર પાણી લોકોને મળે એ બાબતે પાલિકા તંત્ર કામગીરી પૂર્ણ કરે તેવી લોક માંગ છે.

 પાલિકામાં વોટરવર્કસની કામગીરી સંભાળતાં પૃથ્વી ભાઈના જણાવ્યા મુજબ વાલ બગડી ગયો છે અને આજે રવિવાર હોવાથી જ્યાં વાલ બનાવવામાં આવે છે એ દુકાન આજે રવિવારના કારણે બંધ હોવાથી સોમવારે વાલ રીપેર કરી લગાવવામાં આવશે ત્યારબાદ પાણી મળશે


 

(9:40 PM IST)