તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Monday, 9th June 2025
દરોડાની કાર્યવાહીની તૈયારી આઠ દિવસથી ચાલુ હતી
ગોપાલ ઇટાલીયાના આક્ષેપો બાદ દરોડા પાડ્યા તે વાતમાં તથ્ય નથી વેચાણમાં નોંધપાત્ર વધારો થયો હોય આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર તા. ૯: રાજ્ય ભરમાં ખાતર વિક્રેતાઓને ત્યાં પાડવામાં આવેલા સામૂહિક દરોડા અંગે કળષિ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ દરોડા પાડવાની તૈયારી આઠ દિવસથી કરી રહ્યા હતા.
કળષિ વિભાગના એક અધિકારી સાથે થયેલ વાતચીત દરમિયાન શું ગોપાલ ઇટાલીયા એ આક્ષેપ કર્યા બાદ દરોડાની કામગીરી હાથ ધરાઈ હતી તેવા પ્રશ્નના જવાબમાં કળષિ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ખરીફ પાક પહેલા ખાતરના વેચાણમાં થયેલ નોંધપાત્ર વધારાના લીધે શંકા જતા ખાનગી રાહે આ દરોડાની તૈયારી અમો આઠ દિવસથી કરી રહ્યા હતા જેમાં કયા વિક્રેતાને ત્યાં કયા અધિકારીને મોકલવા તેની પણ યાદી તૈયાર થઈ ગઈ હતી.
ગોપાલ ઇટાલીયાએ ખાતર નથી મળતું તેવા અક્ષેપો જોગાનું જોગ થયા છે નહીં કે ગોપાલ ઇટાલીયાના અક્ષેપો બાદ અમે દરોડા ની કાર્યવાહી કરી હોય
(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
