તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Monday, 9th June 2025
આખરે સુરત ક્રાઈમ બ્રાંચની સંખ્યાબંધ ટીમોએ કલાકોનો જહેમત પછી ઝાડી ઝાંખરામાંથી કોથળામાં છુપાયેલ શખ્સને શોધી ઝડપી લીધો
એક આરોપીએ નદીમાં ઝંપલાવ્યુ. ડૂબી જવાની ભીતિ, ડ્રોન દ્વારા કોથળામાંથી મળ્યો. અમદાવાદમાં એક આરોપી ૫માં માળે ચઢી ઉપરથી કૂદવા ધમકી આપી પોલીસની હાજરી બતાવવા વિડિઓ પણ ચાલુ કરેલ. ગુજરાતની આ બે રસપ્રદ વાયરલ ઘટના અંગે લોકો જે જાણવા માંગે છે તેની વિશેષ વાતો : લોકોના ટોળાં તાપી કિનારે ઉમટી પડેલ. ફાયર બ્રિગેડના તરવૈયા પણ સ્ટેન્ડ ટુ હતા. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્ત ઓલ્સ વેલ મેળવતા હતા. આરોપી પકડવા સાથે ડૂબી ન જાય તેનું પણ ટેન્શન હતું. અકિલા સમક્ષ કસોટીની ૯૦ મિનિટની રસપ્રદ દાસ્તાન સુકાની ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયા રસપ્રદ દાસ્તાન અકિલા સમક્ષ વર્ણવે છે

રાજકોટ તા.૯: સુરત અને અમદાવાદમાં બનેલી બે અલગ અલગ ઘટનાઓ રાજ્યભરમાં વાયરલ થયેલ છે. સુરતની ઘટના અંગે તો ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા પત્રકારોની લાગણી ધ્યાને રાખી ક્રાઇમ બ્રાન્ચમાં પ્રેસ કોન્ફરન્સ પણ યોજવામાં આવેલ, તો ચાલો બે રસપ્રદ ઘટનાઓ અંગે વિસ્તળત માહિતી મેળવીએ.
મિલકત વિરોધી ગુન્હાઓ કોઈપણ ભોગે પકડવા જોઈએ અને તેમાં માત્ર સંબધંક પોલીસ સ્ટેશન જ નહિ, સુરત ક્રાઇમ બ્રાન્ચ પણ એક્ટિવ રહે તે પ્રકારનો વણલખ્યો નિયમ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્ત સાથે મળી ઘડી, આની અમલવારી કરવા માટે ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજીયાના નેતળત્વ હેઠળની ટીમને આ જવાબદારી સુપ્રત કરી છે. જેમાં ભાવેશ રોજિયા તથા ક્રાઇમ બ્રાન્ચના તમામ અધિકારી સ્ટાફ ફુલ્લી પાસ થયા છે.
આ રણનીતિ મુજબ અમરોલી પોલીસ મથકની હદમાં ઘરફોડી નો ઘટના ઘટી. મિલકત વિરોધી ગુન્હાઓ કોઈ પણ ભોગે પકડાઈ એ જ સાચું પોલિસિંગની થિયરી જેમને કાયમ માટે અપનાવી છે તેવા ડીસીપી ભાવેશ રોજીયા દ્વારા ઉકત ઘટનામાં એક્ટિવ બનેલ.
દરમિયાન આજરોજ ક્રાઇમ બ્રાન્ચની ટીમને માહિતી મળેલ કે આ ગુન્હામાં સંડોવાયેલ આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઇ સરવૈયા ગુન્હો આચરતી વખતે ઉપયોગમાં લીધેલ મોટર સાઇકલ લઈને સિંગણપોર થી રાંદેર કોઝવે થઈ રાંદેર તરફ જનાર છે...
જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાંદેર કોઝવે નજીક સિંગણપોર તરફ વોચ ગોઠવીને તપાસમાં હતા દરમિયાન બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવા જતાં પોલીસે જોઈ સદર ઇસમ પોતાનું બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જઈ તાપી નદીમાં કૂદી ગયેલ અને તરતા તરતા તાપી નદીમાં આવેલ બેટ ઉપર જઈને બેટ ઉપર આવેલ ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયેલ...
ત્યાર બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ફાયર બ્રિગેડની ટીમને બોલાવી ફાયર બ્રિગેડ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ સાથે બોટમાં બેસી બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવેલ...
બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોય સદર ઇસમ મળી આવેલ નહીં...
તેમ સુરતના ડીસીપી ક્રાઇમ ભાવેશ રોજિયા દ્વારા જણાવાયેલ. આ બાબતે પોલીસ કમિશનરને જાણ કરાતા તેવો પણ સક્રિય બની માર્ગદર્શન પૂરું પાડેલ તેમ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરવામાં આવેલ જેમાં અઢી ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી સદર ઇસમ ની શોધી કાઢવામાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ને સફળતા મળેલ છે....
સદર પકડાયેલ ઇસમ નામે મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઇ સરવૈયા ઉ.વ.૨૦ રહે. સવજી કોરાટ બ્રીજ નીચે, તાપી કિનારે, સ્મશાનભૂમિ પાસે, ખુલ્લામાં મોટાવરાછા સુરત. મુળ વતન ગામ-વઢવાણ ધોળીપુર, જિ.સુરેન્દ્રનગર વાળાની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે
એક તબક્કે સાડા ત્રણ કલાક પાણીમાં રહેવાને કારણે એ આરોપી ડુબી ન જાય તેવી ભીતિ પણ હતી પરંતુ આરોપી સ્વિમિંગ જાણતો હોવાથી બચી ગયેલ તેમ પણ આ અભિયાનના સુકાની એવા ડીસીપી ક્રાઇમ દ્વારા અકિલા સાથેની વાતચીતના અંતે જણાવેલ.આવા જ પ્રકારની ઘટના અમદાવાદમાં બની હતી પોલીસથી બચવા એક એપાર્ટમેંટના ૫માં મજલે બાલ્કની જેવા બાગમાંથી પોલીસ તેને પકડવા કોશિષ કરશે તો આત્મહત્યા કરી લેશે અને પોલીસના કારણે આત્મહત્યા કરી તેના પુરાવારૂપે વિડિઓ શૂટિંગ પણ ચાલુ કરેલ.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
