<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય દ્વારા એસ.પી. પ્રદીપસિંહ જાડેજાનું સન્‍માન કરાશે

૧૧મીએ ઠાકોર સાહેબ ઓફ રાજકોટ શ્રી માંધાતાસિંહજીના પ્રમુખ સ્‍થાને ગરાસીયા છાત્રાલય ખાતે સન્‍માન સમારંભ યોજાશે

રાજકોટ, તા., ૯:  પ્રદિપસિંહ ઘનશ્‍યામસિંહ જાડેજા (મુળ ગામ સુકી સાજડીયાળી) હાલ એસીપી જે ડિવિઝન અમદાવાદને એસપી તરીકે પ્રમોશન મળતા શ્રી હરભમજીરાજ ગરાસીયા છાત્રાલય અને તેની સંલગ્ન સંસ્‍થાઓ દ્વારા એક સન્‍માન સમારંભ તારીખઃ ૧૧-૦૬-૨૫, બુધવાર સાંજે ૦૬-૦૦ વાગ્‍યે શ્રી હરમભજીરાજ ગરાસીયા છાત્રાલય, ૫-રજપુતપરા,  રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમના પ્રમુખ સ્‍થાન  સંસ્‍થા પ્રમુખ શ્રી માંધાતાસિંહજી જાડેજા ઠાકોર સાહેબ ઓફ રાજકોટ રહેશે.

રાષ્‍ટ્રપતિ ચંદ્રક વિજેતા શ્રી પ્રદિપસિંહજી જાડેજાએ પોતાના કાર્યકાળ દરમિયાન પીએસઆઈ થી લઈને ડીવાયએસપી તરીકે ગુજરાતના વિવિધ શહેરોમાં નોકરી કરી ખુબ સારી લોકચાહના પ્રાપ્ત કરી છે,

એમા ખાસ કરીને લીંબડી, ભાવનગર, જુનાગઢ વિગેરે સ્‍થળોએ એમણે કરેલી સામાજિક સેવાઓ લોકો આજે પણ યાદ કરે છે,

એકદમ સરળ, વિનમ્ર અને બહોળુ મિત્રવર્તુળ ધરાવતા શ્રી પ્રદિપસિંહજી જાડેજાને સમાજ માટે પણ એટલો જ પ્રેમ છે.

(4:09 PM IST)