News of Monday, 9th June 2025
કોરોનાથી વધુ એક મોતઃ ૧૬ વર્ષની કિશોરીએ દમ તોડયો
ગુજરાતમાં એક મહિનામાં ચાર મહિલાઓને ભરખી ગયો વાયરસ

અમદાવાદ, તા.૯: અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી એક કિશોરીનું મોત થવાની ઘટના સામે આવી છે, આ કિશોરી સાબરકાંઠાથી સારવાર લેવા માટે અમદાવાદ સોલા સિવિલમાં આવી હતી તેને ૪ જૂને સોલા સિવિલમાં દાખલ કરાઇ હતી. આ કિશોરીને જ્યારે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી ત્યારે ફેફસામાં ગંભીર ઇન્ફેક્શનથી પીડાતી હતી. કિશોરીને રેમડીસીવીર આપી બચાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે બચી શકી નહોતી. રાજ્યમાં છેલ્લા એક મહિનામાં કોરોનાથી ચાર મહિલાના મોત થયા છે, ૨ મહિલા LG હોસ્પિટલ તેમજ ૨ મહિલાના સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે.
બીજી તરફ રાજકોટમાં કોરોનાના વધુ ૧૦ કેસ સામે આવ્યા છે. ગઇકાલે નોંધાયેલા ૧૮૫ નવા કેસ સાથે ગુજરાતમાં હાલ કોરોનાના ૯૮૦ એક્ટિવ કેસ છે.
હાલ ગુજરાતમાં કોરોનાના કુલ ૯૮૦ કેસ છે.. જેમાં ૩૨ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે અને ૯૪૮ લોકો હોમ આઈસોલેશનમાં છે. અત્યાર સુધી ૨૭ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, હોમ આઈસોલેશનમાં રહેલ વ્યકિતઓએ તેમના સ્વાસ્થ્યનું સ્વ નિરીક્ષણ કરવાનું ચાલુ રાખવું જોઈએ તેવી તબીબોની સલાહ છે.
(4:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
