<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

મહેસાણા પોલીસે લૂંટ કરનાર બંને શખ્સને ઝડપી લઈ લૂંટના બનાવનું રિકસ્ટ્રક્શન કર્યું

મહેબુબ ઉર્ફે રજ્જુ અરબભાઈ સીંધી અને સુલતાન ઉર્ફે ડેરો હસનભાઈ સિંધીએ પોણા કલાકમાં ત્રણ સ્થળે લૂંટ કરી હતી

મહેસાણા :શનિવારે સાંજે પોણા કલાકમાં ત્રણ સ્થળે લૂંટ ચલાવનાર બે શખ્સને પોલીસે ઝડપી લીધા છે. રાધનપુર ચોકડી લશ્કરી કૂવા વિસ્તારમાં રહેતા મહેબુબ ઉર્ફે રજ્જુ અરબભાઈ સીંધી અને સુલતાન ઉર્ફે ડેરો હસનભાઈ સિંધીએ પોણા કલાકમાં ત્રણ સ્થળે લૂંટ કરી હતી. મહેસાણા પોલીસે આ બંને શખ્સને ઝડપી લઈ આજે રિકસ્ટ્રક્શન કર્યું હતું.

પોલીસ ગિરફતમાં રહેલા આ બે શખ્સ ડોન બનવા નીકળ્યા હતા. આ બંને શખ્સ એ શનિવારે  મહેસાણા શહેરના અલગ અલગ વિસ્તારમાં ત્રણ લોકોને લૂંટી લીધા હતા. છરી બતાવી રાહદારી લોકોને લૂંટી લેવાના આ બનાવની ત્રણ અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. શનિવારે સાંજના સમયે ઘટેલી આ ઘટના બાદ એક્શનમાં આવેલી મહેસાણા પોલીસે લૂંટ કરનાર બંને શખ્સને ઝડપી લઈ લૂંટના બનાવનું રિકસ્ટ્રક્શન કર્યું હતું.

શોભાસણ રોડ પર શનિવારે સાંજે 5:30 વાગે જન્નત ગ્રીન સોસાયટી પાછળ ખેડૂત પ્રફુલભાઈ પ્રભુદાસ દેવીપૂજક ચકલાંને દાણાં નાખતા હતા. ત્યારે એક્ટિવા પર આવેલા બે પૈકી એકે છરી બતાવી હું રજ્જુ ડફેર છું તેમ કહી ગાળો બોલી રૂ.2,000નો મોબાઇલ લૂંટી ગયા હતા. ખેડૂતે તરત 100 નંબર પર પોલીસને જાણ કરી હતી. ત્યાંથી બંને ડફેરે ગાંધીનગર લીંક રોડ પર મોરપીંછ હોટલ સામે મોહનપુરાના વેપારી ચેહરસિંહ વાઘેલા ટેમ્પોવાળાને ત્યાં આઈસ્ક્રીમ ખાઈને પૈસા ચૂકવતા હતા. ત્યાં આવીને ચેહરસિંહ પાસેથી રૂ.500 અને ટેમ્પાવાળા છોટુપૂરી રામેશ્વરપુરી ગોસ્વામી પાસેથી રૂ.900 લૂંટ્યા હતા. જ્યારે સાંજે 6.15 વાગે દેલા વસાહત રોડ પર મહેશ જીવણભાઈ દેવીપૂજક અને તેનો મિત્ર બાઈકમાં પેટ્રોલ ચેક કરતા હતા. ત્યાં બંને ડફેરે આવી મહેશ પાસેથી રૂ.5,000નો મોબાઇલ અને રૂ.600 રોકડા તથા પ્રવિણ પાસેથી 2,500નો મોબાઇલ મળી રૂ. 8,100ની લૂંટ કરી, ત્યારે પોલીસે પહોંચી જઈ બંનેને પકડી લીધા હતા

(6:59 PM IST)