<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો

બોગસ ડોક્ટર ચાંગોદરના સરસ્વતી નગર ખાતે આવેલ શિવમ ક્લિનિમાં ફરજ બજાવતો :ડોક્ટર મેડિકલ કાઉન્સિલની પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી ડોક્ટરની પ્રેક્ટિસ કરતો

અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે લોકોની સારવાર માટે પ્રેક્ટિસ કરતો નકલી તબીબને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં નકલી ડોક્ટરનો રાફડો ફાટ્યો છે.  બાતમીના આધારે  અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે ડિગ્રી વગરનો બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો છે. ડિગ્રી વગર ના ડોક્ટરને ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો છે. બોગસ ડોક્ટર ચાંગોદરના સરસ્વતી નગર ખાતે આવેલ શિવમ ક્લિનિમાં ફરજ બજાવતો હતો. ડોક્ટર મેડિકલ કાઉન્સિલની પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથી ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો.  આરોપી બોગસ ડોક્ટર પોતે મૂળ પશ્વિમ બંગાળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. 

આ બોગસ તબીબ સાથે જુદી જુદી કંપનીઓની દવાઓ અને મેડિકલના 21,000 કરતા વધારેનો મુદ્દામાલ મળી આવ્યો છે.  પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ નકલી તબીબ મૂળ પશ્વિમ બંગાળથી ડોક્ટરીનું શીખીને આવીને છેલ્લા 10 વર્ષથી એલોપેથીના ડોકટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો. પશ્વિમ બંગાળમાં તે ચાર વર્ષ સુધી પ્રેક્ટિસ કરતો રહ્યો. હાલ તપાસમાં મહિનાનું દસ થી પંદર હજાર કમાણી હોય તેવી વાત સામે આવી છે. આ તબીબ  આયુર્વેદિક દવા લોકોને આપતો હતો, પોતે માત્ર 12 ધોરણ સુધીનો જ અભ્યાસ કરેલ છે. જોકે બોગસ તબીબ શિવમ ક્લિનિક ઊભું કરેલ દુકાનનું ભાડું 4,000 ભરતો હતો. આખરે અમદાવાદ ગ્રામ્ય પોલીસે આ બોગત તબીબનો ભાંડો ફોડીને ધરપકડ કરવામાં આવી છે. 

(8:32 PM IST)