તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
અમદાવાદના વિરમગામની 16માંથી 6 ગ્રામ પંયાયત સમરસ જાહેર
થોરીથાંભા ગ્રામ પંચાયત 30 વર્ષ બાદ બિનહરીફ જાહેર થતા કચેરી બહાર ઉજવણી :11મીએ ફોર્મ પાછા ખેંચવાના દિવસે ચિત્ર સ્પષ્ટ થશે

અમદાવાદના વિરમગામ તાલુકા 6 ગ્રામ પંચાયત બિનહરીફ અને સમરસ જાહેર થઈ છે. આજે ગ્રામ પંચાયત ચૂંટણીઓમા ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. વિરમગામ તાલુકાના થોરીથાંભા, થોરી વડગાસ, કાલિયાણા, જાદવપુરા, શિવપુરા અને ચંદ્રનગર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ છે.
આગામી 11 તારીખે ચિત્ર સ્પષ્ટ થશે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ 11 જૂન છે. વિરમગામ તાલુકાના થોરીથાંભા ગ્રામ પંચાયત 30 વર્ષ બાદ બિનહરીફ જાહેર થતા કચેરી બહાર ઉજવણી કરાઇ હતી. વિરમગામ તાલુકના કુલ 16 ગ્રામ પંચાયત સામાન્ય ચૂંટણીઓ અને 17 પંચાયત વોર્ડની પેટા ચૂંટણીઓ યોજાઇ રહી છે.
(8:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
